
પટના: બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને લાલુ પ્રસાદ યાદવ પરિવારને મોટો ઝટકો લાગ્યો હતો, ચૂંટણી પરિણામ બાદ લાલુની દીકરી રોહિણી આચાર્યએ રાજકારણ અને પરિવાર છોડવાની જાહેરાત કરી હતી. હવે તેમણે તેજસ્વી યાદવના મિત્ર સંજય યાદવ અને રમીઝ આલમ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
રોહિણી આચાર્યએ જણાવ્યું કે તમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે, તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો અને તેમનું અપમાન કરવામાં આવ્યું, અને ચપ્પલ પણ મારવામાં આવ્યું હતું.
શનિવારે રાજકારણ છોડવાની જાહેરાત કરતા રોહિણીએ X પર લખ્યું, “હું રાજકારણ છોડી રહી છું અને મારા પરિવારનો ત્યાગ કરી રહી છું… સંજય યાદવ અને રમીઝે મને આમ કરવાનું કહ્યું હતું, અને હું બધો દોષ મારા માથે લઈ રહી છું.”
સંજય અને રમીઝ પર ગંભીર આરોપ:
રોહિણી આચાર્યએ કરેલા આ આરોપોને કારણે બિહારના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પટના એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા રોહિણી આચાર્યએ કહ્યું, “મારો કોઈ પરિવાર નથી. તમેં જીઈને તેજસ્વી યાદવ, સંજય યાદવ અને રમીઝ પૂછી જુઓ. તેમણે જ મને પરિવારમાંથી હાંકી કાઢી છે.”
રોહિણીએ કહ્યું,”હાલ આખો દેશ પૂછી રહ્યો છે કે પાર્ટીને કેમ હાર મળી. જ્યારે તમે સંજય યાદવ અને રમીઝનું નામ લો છો, તો તમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે, તમારું અપમાન કરવામાં આવે છે, દુર્વ્યવહાર કરવામાં આવે છે અને ચપ્પલથી મારવામાં આવે છે.”
કોણ છે સંજય અને રમીઝ:
સંજય યાદવ RJDના રાજ્યસભા સાંસદ છે, તેમને તેજસ્વી યાદવના સૌથી નજીકના સલાહકાર માનવામાં આવે છે. રમીઝ આલમ તેજસ્વી યાદવના જૂના મિત્ર છે અને ઉત્તર પ્રદેશના એક રાજકીય પરિવારમાંથી આવે છે.
આ પણ વાંચો…બિહારમાં વિકટરી જોઈએ છે અને ફેક્ટરી ગુજરાતમાં, લાલુ પ્રસાદ યાદવનો પીએમ મોદી પર પ્રહાર



