આ મહિનામાં શેરબજારમાં નોંધાશે ‘ઐતિહાસિક’ કડાકો, અમેરિકન ઉદ્યોગપતિએ રોકાણકારોને ચેતવ્યાં…
મુંબઈ: ભારતીય શેર બજાર છેલ્લા કેટલાક દિવસોથી રોકાણકારો ઝટકા (Indian Stock Market) આપી રહ્યું છે. બાજેટ બાદ આજે સોમાવરે બજાર ખુલતાની સાથે જ તૂટ્યું હતું અને હજુ પણ રિકવર નથી થઇ શક્યું. અમેરિકાએ ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જેને કારણે ગભરાટ ફેલાયો અને ભારત સહીત એશિયન બજારોમાં ભારે ઘટાડો નોંધાયો છે, જેની અસર આજે ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે. એવામાં રોકાણકારો માટે એક ચિંતાજનક સમાચાર છે.
Also read : નાણા પ્રધાને Budgetનું ભાષણ પૂરું કર્યું અને મુંબઈ શેરબજારના શું થયા હાલ, જાણો?
અમેરિકન ઉદ્યોગપતિ અને બેસ્ટસેલર પુસ્તક ‘રીચ ડેડ પુઅર ડેડ’ ના લેખકે બજાર વિશે એક મોટી આગાહી કરી છે. રોબર્ટ કિયોસાકીએ કહ્યું છે કે આ મહિને ફેબ્રુઆરીમાં, શેરબજારના ઇતિહાસમાં સૌથી મોટો ક્રેશ જોવા મળી શકે છે.
કિયોસાકીની આગાહી:
કિયોસાકીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “રિચ ડેડ’સ પ્રોફેસી 2013 માં, મેં ચેતવણી આપી હતી કે ઇતિહાસનો સૌથી મોટો શેરબજાર ક્રેશ આવવાનો છે. આ ઘટના આ મહિને ફેબ્રુઆરીમાં ઘટી શકે છે. આ સમય દરમિયાન સારા સમાચાર એ છે કે આ ક્રેશમાં બધું સસ્તામાં મળતું થઇ જશે. કાર અને ઘર સસ્તા મળશે.”
રોકાણકારોને આપી ટીપ:
આ ચેતવણી સાથે કિયોસાકીએ પૈસા ક્યાંથી કમાઈ શકાય છે એ અંગે માહિતી આપી. તેમણે કહ્યું કે આ સમય દરમિયાન, તમે પૈસા બિટકોઈનમાં રોકીને કમાણી કરી શકો છો. કેમકે અબજો રૂપિયા શેર અને બોન્ડ માર્કેટમાંથી કાઢીને બિટકોઈનમાં રોકવામાં આવશે. જ્યારે બજાર તૂટી પડશે, ત્યારે બિટકોઇન રાજા બનશે અને ઝડપથી વધશે.
Also read : શેરબજારમાં મોટું ધોવાણ; SENSEX અને NIFTY માં કડાકો, ટ્રમ્પના નિર્ણયની અસર…
તેમણે કહ્યું છે કે આવી સ્થિતિમાં લોકોએ ફેકમાંથી બહાર આવીને ક્રિપ્ટો, સોના અને ચાંદીમાં રોકાણ કરવું જોઈએ. એક સાતોશી (બિટકોઇનનું સૌથી નાનું એકમ અથવા 0.00000001 બિટકોઇન) પણ તમને ધનવાન બનાવી શકે છે, જ્યારે લાખો લોકો બધું ગુમાવી બેસશે.