નેશનલ

વક્ફ બિલને લઈ વધુ એક પાર્ટીમાં ‘કકળાટ’: પક્ષના પ્રદેશ મહાસચિવે આપ્યું રાજીનામું…

નવી દિલ્હીઃ વક્ફ (સંશોધન) બોર્ડ બિલ લોકસભા અને રાજ્યસભામાં લાંબી ચર્ચા બાદ પસાર થઈ ગયું છે. હવે રાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરે એટલે કે કાયદો બની જશે, પરંતુ આ સંશોધન બિલને લઈને વિવાદ વકર્યો છે. અગાઉ જનતાદળે બિલને સમર્થન આપ્યા પછી પાર્ટીના નેતાઓએ રાજીનામા આપ્યા હતા હવે વધુ એક રાષ્ટ્રીય પાર્ટીમાં વિવાદ ઊભો થયો છે. રાષ્ટ્રીય લોકદળ (આરએલડી)એ આ બિલને સમર્થન આપ્યું તો પ્રદેશ મહાસચિવ શાહઝેબ રિઝવી નારાજ થયા અને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે, 24 કલાકની ચર્ચીઓ અને અનેક વાદવિવાદ બાદ આ બિલ પસાર થયું છે. જેમાં RLDએ વક્ફ (સંશોધન) બોર્ડ બિલના સમર્થનમાં પોતાનો વોટ આપ્યો હતો. જેથી પાર્ટીને રાજ્ય મહાસચિવ શાહઝેબ રિઝવીએ પાર્ટીના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેથી વિવાદ વધારે વણસે તેવું લાગી રહ્યું છે.

RLD પાર્ટીના મહાસચિવ પદથી રાજીનામું આપ્યું
પાર્ટીના રાજ્ય મહાસચિવ શાહઝેબ રિઝવીએ એક વીડિયો જાહેર કરીને આ જાહેરાત કરી અને પાર્ટી પ્રમુખ જયંત ચૌધરી પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે તેઓ ભટકી ગયા છે. શાહઝેબ રિઝવીએ કહ્યું હતું કે મુસ્લિમોએ જયંત ચૌધરીને પૂરા દિલથી ટેકો આપ્યો હતો, પરંતુ તેમણે સમુદાય સાથે અન્યાય કર્યો છે. જેથી તેમણે પાર્ટીના મહાસચિવ પદથી રાજીનામું આપ્યું છે. આ રાજીનામાંથી હવે રાજકીય માહોલ ગરમાઈ શકે છે. મહત્વની વાત એ છે કે, વિરોધ પક્ષની પાર્ટીઓએ આ બિલનો ખૂબ જ વિરોધ કર્યો હતો, પરંતુ સંસદમાં તો બહુમતના આધારે બિલ પાસ થાય છે. એટલે એનડીએ પાસે બહુમત હતું જેના કારણે આ બિલ લોકસભા અને રાજ્યસભમાં એમ બંન્ને સદનમાં પાસ થયું છે.

મુસ્લિમો સાથે દગો કર્યો છેઃ શાહઝેબ રિઝવી
શાહઝેબ રિઝવીએ પોતાના વીડિયોમાં કહ્યું કે, ‘જે પક્ષોને મુસ્લિમોએ ટેકો આપ્યો હતો અને સત્તા અપાવી. આજે એ જ પક્ષો તેમની વિરુદ્ધ બનેલા કાયદાઓનું સમર્થન કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આરએલડી પાર્ટીના જયંત ચૌધરીનું નામ લીધું અને કહ્યું કે, તેમણે આજે મુસ્લિમો સાથે દગો કર્યો છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય લોક દળ (RLD) ના 10 ધારાસભ્યો ચૂંટાયા, જેમાં મુસ્લિમોનું મોટું યોગદાન હતું. મુસ્લિમોએ સર્વાનુમતે મતદાન કરીને આ પક્ષને મજબૂત બનાવ્યો, પરંતુ હવે જ્યારે તેમને જરૂર હતી ત્યારે પક્ષે તેમને ટેકો આપ્યો નહીં.’ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શું શાહઝેબ રિઝવીના રાજીનામાના કારણે પાર્ટીને કોઈ અસર થશે? અત્યારે RLD એનડીએમાં સામેલ છે અને ભાજપને સમર્થન જાહેર કરેલું છે.

શાહઝેબ રિઝવીએ આ નેતાઓ પર કર્યાં વાક્ પ્રહાર
મહત્વની વાત એ છે કે શાહઝેબ રિઝવીએ માત્ર જ્યંત ચૌધરી પર જ નહીં પરંતુ નીતીશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ અને પપ્પુ યાદવ જેના નેતાઓ પર પણ વાક્ પ્રહારો કર્યાં છે. કહ્યું કે, આ નેતાઓ પોતાનો સેક્યુલર નેતાઓ ગણાવે છે, પરંતુ જ્યારે મુસ્લિમોને તેમની જરૂર પડે છે ત્યારે તે શાંત થઈ જાય છે. આ બિલને વિરોધ કર્યા કહ્યું કરે, હું આ બિલનો વિરોધ કરૂ છું કારણ કે, તેના કારણે સમાજમાંથી ભાઈચારો ખતમ થઈ જશે. આ સાથે તેમણે પોતના પદથી રાજીનામું આપી દીધું હતું. અત્યારે આ બિલને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.

વક્ફ (સંશોધન) બોર્ડ બિલને લઈ રાજકીય માહોલ ગરમાયો
JDUના 5 નેતાએ રાજીનામું પણ આપ્યું છે, જેમાં લઘુમતી સંઘના રાજ્ય સચિવ મોહમ્મદ શાહનવાઝ મોહમ્મદ, રાજ્ય મહામંત્રી મોહમ્મદ. તબરેજે અલીગ, ભોજપુરથી પાર્ટીના સભ્ય મોહમ્મદ, દિલશાન રેના, પૂર્વીય ચિંતા મોહમ્મદ કાસિમ અન્સારીએ પાર્ટી સાથેના સંબંધો તોડી નાખ્યા અને યુવા મોરચાના ભૂતપૂર્વ રાજ્ય ઉપાધ્યક્ષ તબરેઝ હસને પણ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે.

બિલ પસાર થયા બાદ અનેક મુસ્લિમ નેતાઓ આપ્યાં રાજીનામાં
આ બિલને લઈને ભારતના અનેક મુસ્લિમ સંગઠનો વિરોધ કરી રહ્યાં છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જેડીયુ દ્વારા વક્ફ બિલને સમર્થન આપ્યા બાદ, પાર્ટીના ઘણા મુસ્લિમ નેતાઓએ પણ રાજીનામું આપી દીધું હતું. એટલું જ નહીં પરંતુ JDU લઘુમતી સેલના રાજ્ય મહાસચિવ તરીકે ઓળખાવતા તબરેઝ સિદ્દીકીએ પણ રાજીનામું આપી દીધું. આ પહેલા પૂર્વ ચંપારણના મોહમ્મદ કાસિમ અંસારી અને જમુઈના નવાઝ મલિકે પણ સોશિયલ મીડિયા પર રાજીનામાની જાહેરાત કરી હતી. હવે જોવાનું એ રહે છે કે, આગામી સમયમાં રાજકીય મોહાલ કેવો રહેશે તે જોવું રહ્યું!

આપણ વાંચો : 24 કલાકમાં માત્ર વક્ફ બિલ જ નહીં, સંસદમાં 16 બિલ પાસ કર્યાં, જાણો સમગ્ર વિગત…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button