બિહાર ચૂંટણીમાં RJDની હારનો ‘વિલન’ કોણ? તેજસ્વી યાદવના ખાસ મિત્ર પર ઉઠ્યા સવાલ

પટના: બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોમાં લગભગ સ્પષ્ટ થઇ ગયા છે, રાજ્યમાં ફરી NDAની સરકાર બનવા જઈ રહી છે. જયારે મહાગઠબંધનની કારમી હાર થઇ રહી છે. ભાજપને સૌથી વધુ બેઠકો મળી રહી છે, ત્યાર બાદ JDU બીજા ક્રમે છે, આરજેડી ત્રીજા સ્થાને રહી શકે છે, જયારે કોંગ્રેસ 10નો આંકડો પણ વટાવી શકે એવું નથી લાગી રહ્યું. હવે મહાગઠબંધનના પક્ષોએ હારના કારણો શોધવા પડશે અને ભવિષ્ય રણનીતિની નક્કી કરશે.
મહાગઠબંધને તેજસ્વી યાદવના નેતૃત્વમાં આ ચૂંટણી લડી હતી, જેમાં RJDને નિરાશાજનક હાર મળી છે. વર્ષ 2015માં RJD ને 80 બેઠકો જીતી હતી અને વર્ષ 2020ની ચૂંટણીમાં 75 બેઠકો મળી હતી. આ વખતે RJD 30 બેઠકો સુધી માંડ પહોંચી શકશે. હાલ એવી ચર્ચા થઇ રહી છે કે તેજસ્વી યાદવના સલાહકાર સંજય યાદવ RJDની કારમી હારના મુખ્ય કારણ છે.
આપણ વાચો: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામોના પ્રારંભિક વલણમાં મહાગઠબંધનને આંચકો, જાણો વિગતે
કોણ છે સંજય યાદવ?
સંજય યાદવ તેજસ્વી યાદવના જુના મિત્ર અને મુખ્ય સલાહકાર છે. આ વિધાનસભા ચૂંટણી દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં સંજય યાદવ સતત તેજસ્વી સાથે દેખાયા હતાં. અહેવાલ મુજબ પાર્ટીમાં તેજસ્વી બાદ સંજય સૌથી વધુ વર્ચસ્વ ધરાવે છે.
અહેવાલ મુજબ સંજય યાદવ મૂળ હરિયાણાના રહેવાસી છે, તેમણે કમ્પ્યુટર સાયન્સમાં એમ.એસસી. સુધીનો અભ્યાસ કર્યો ત્યાર બાદ MBA કર્યું. તેઓ એક એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતાં. તેઓ ડેટા એનાલિસિસ અને મેનેજમેન્ટના જાણકાર છે.
તેજસ્વીની દિલ્હીમાં સંજયને મળ્યા હતાં, અહેવાલ મુજબ બંને ત્યાં સાથે ક્રિકેટ રમતા હતા. તેઓ ધીમે ધીમે પાર્ટી માટે કામ કરવા લાગ્યા, તેજસ્વી તેમની પાસેથી રાજકીય સલાહ લેવા લાગ્યા. ત્યારબાદ તેઓ પાર્ટીમાં જોડાયા અને પટના શિફ્ટ થઇ ગયા. આરજેડીએ સંજય યાદવ રાજ્યસભાના સંસદ પણ બનાવ્યા.

આપણ વાચો: બિહાર વિધાનસભા ચૂંટણીઃ કચરામાંથી મળી હજારો VVPAT સ્લિપ, RJD એ કર્યો આવો આક્ષેપ…
લાલુ યાદવ પરિવારમાં તિરાડ પડી:
અહેવાલ મુજબ લાલુ યાદવ જેલમાં હતા, ત્યારે સંજય યાદવે પાર્ટીમાં પોતાની પહોંચ વધારી. પાર્ટીમાં સંજયની વધતી પકડને કારણે લાલુ યાદવ પરિવારમાં નારાજગી ઉભી થઈ હતી, આરજેડીના ઘણાં નેતાઓ અને કાર્યકરોએ પણ તેમની સામે વાંધો ઉઠાવ્યો હતો.
તેજ પ્રતાપ યાદવે સંજય યાદવને અનેક વખત “જયચંદ” પણ કહ્યા છે. તેજ પ્રતાપે જણાવ્યું કે પરિવારમાં ભાગલા પાડવાના પાછળ સંજય યાદવનો હાથ હતો. રોહિણી આચાર્યએ પણ સંજય સામે સવાલ ઉઠાવ્યા હતાં.
આપણ વાચો: બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ: અહીં થયું રેકોર્ડબ્રેક 64.66 ટકા મતદાન
સંજય યાદવે આપેલી સલાહો ઉલટી પડી:
2025ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ સંજય યાદવે તેજસ્વી યાદવને ચૂંટણી સભાઓ, પ્રચાર વ્યૂહરચના, સોશિયલ મીડિયા અને સીટ વહેંચણી માટેની બેઠકો માટે સલાહો આપી હતી.
સંજયે યાદવે ચૂંટણી દરમિયાન જાતિ સમીકરણોથી આગળ વધીને પ્રચાર કરવાની સલાહ આપી હતી. આ સલાહ માનીનને તેજસ્વી યાદવે ચૂંટણી દરમિયાન “યાદવ-મુસ્લિમ” વોટ બેંકને ધ્યાનમાં રાખીને પ્રચાર કર્યો ન હતો.
ચૂંટણી પહેલા, આરજેડી નેતા મદન શાહે ટિકિટ વહેંચણીમાં સંજય યાદવ પર મનમાની કરવાનો આરોપ લગાવ્યો હતો. પાર્ટીના ઘણા અનુભવી નેતાઓને ટીકીટ ના મળી, જેણે કારણે પાર્ટીએ તેની જૂની વોટ બેંક ગુમાવી.
લાલુના નજીકના નેતાઓના મત મુજબ સંજય યાદવ મૂળ હરિયાણાના છે, તેમને બિહારના રાજકારણ અને બિહારના મતદારો વિશે વધુ જાણકારી નથી.



