એબીસીના ચેરમેન બન્યા રિયાદ મેથ્યુ…
નવી દિલ્હી: મલયાલા મનોરમા જૂથના ચીફ એસોસિયેટ એડીટર અને ડિરેક્ટર રિયાદ મેથ્યુ ઓડિટ બ્યુરો ઓફ સરક્યુલેશન (એબીસી)ના વર્ષ 2024-25 માટે સર્વસંમતિથી ચેરમેન બન્યા છે.
આ પણ વાંચો : બ્રેકિંગઃ Modi સરકારનો મોટો નિર્ણયઃ One Nation-One Election પ્રસ્તાવને મંજૂરી
રિયાદ મેથ્યુ બોર્ડ ઓફ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (પીટીઆઈ)ના ઑગસ્ટ-2009થી ડિરેક્ટર છે અને વર્ષ 2016-17માં તેઓ પીટીઆઈના ચેરમેન બન્યા હતા અને તેમણે મે 2023માં વિયેના-સ્થિત ઈન્ટરનેશનલ પ્રેસ ઈન્સ્ટિટ્યૂટ (આઈપીઆઈ)માં બોર્ડ મેમ્બર તરીકે સેવા આપી હતી અને અત્યારે તેઓ આઈપીઆઈ, ઈન્ડિયાના ચેરમેન છે.
આ ઉપરાંત કરુણેશ બજાજ ફરી એકવખત બિનવિરોદ ડેપ્યુટી ચેરમેન બન્યા હતા. બેનેટ, કોલમેન એન્ડ કંપનીના મોહિત જૈન ફરી એક વખત બિનવિરોધ સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવ્યા હતા. મેડિસન કમ્યુનિતકેશન પ્રા. લિ. ના વિક્રમ સાખુજા ફરીથી બિનવિરોધ ખજાનચી તરીકે ચૂંટાઈઆવ્યા હતા.
આ પણ વાંચો : Reliance Infra એ દેવામાં કર્યો મોટો ઘટાડો, રિલાયાન્સ પાવર દેવામુક્ત
પબ્લિશર પ્રતિનિધિઓ: રિયાદ મેથ્યુ-મલયાલા મનોરમા કો. લિ.-ચેરમેન, પ્રતાપ જી. પવાર-સકાળ પેપર્સ પ્રા. લિ. , શૈલેષ ગુપ્તા-જાગરણ પ્રકાશન લિ., પ્રવીણ સોમેશ્ર્વર-એચટી મીડિયા લિ., મોહિત જૈન-બેનેટ, કોલમેન એન્ડ કં. લિ.- માનદ્ સેક્રેટરી, ધુ્રબા મુખરજી-એબીપી પ્રા. લિ., કરણ દરડા-લોકમત મીડિયા પ્રા. લિ., ગિરીશ અગ્રવાલ-ડીબી કોર્પ લિ.
એડવર્ટાઈઝર પ્રતિનિધિઓ: કરુણેશ બજાજ-આઈટીસી લિ.-ડેપ્યુટી ચેરમેન, અનિરુદ્ધ હલદર, ટીવીએસ મોટર કંપની લિ., પાર્થો બેનરજી, મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિ.
એડવટાર્ઈઝિંગ એજન્સીના પ્રતિનિધિઓ: શ્રીનિવાસ કે. સ્વામી-આર. કે. સ્વામી લિ., વિક્રમ સાખુજા-મેડિસન કમ્યુનિકેશન પ્રા. લિ. -માનદ્ ખજાનચી, પ્રશાંત કુમાર-ગ્રુપ એમ મીડિયા ઈન્ડિયા પ્રા. લિમિટેડ, વૈશાલી વર્મા- ઈનિશિયેટીવ મીડિયા (ઈન્ડિયા) પ્રા. લિ., સેજલ શાહ- પબ્લિસીસ મીડિયા ઈન્ડિયા ગ્રુપ.
સચિવ: હોરમઝ મસાની-સેક્રેટરી જનરલ.