ઇન્ટરનેશનલનેશનલ

જમીન વિવાદને લઈને પાકિસ્તાનમાં રમખાણ : 49 લોકોના મોત-200 થી વધુ ઘાયલ

નવી દિલ્હી: ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન હાલ હુલ્લડોની આગમાં બળી રહ્યો છે. ખૈબર પખ્તુન વિસ્તારના કુરર્મ જિલ્લામાં બે સમુદાય વચ્ચે એક જમીનના ટુકડાને લઈને લડાઈ ચાલી રહી છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુન વિસ્તારમાં આ અથડામણમાં અત્યાર સુધીમાં 49 લોકોના મોત થઈ ચૂક્યા છે.

જો કે 200 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, ઘણા લોકોની હાલત ગંભીર છે કે મૃત્યુઆંક વધી શકે છે. આ હુલ્લડમાં શોર્ટ રેન્જ મિસાઈલ, મોર્ટાર, રોકેટ અને ઓટોમેટિક ગનનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે પાંચ દિવસ પહેલા જમીનના વિવાદને લઈને બે જાતિઓ વચ્ચે અથડામણ થઈ હતી.

ખૈબર પખ્તુન વિસ્તારના કુરર્મ જિલ્લામાં ઉદ્ભવેલા આ રમખાણ પીવર, ટાંગી, બાલિશખેલ, ખાર કલાય, મકબલ સહિતના વિસ્તારોમાં ફેલાઈ ગયું હતું. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે બંને જૂથો એકબીજા ભારે હથિયારોનો ઉપયોગ કરી રહ્યા હતા.

આ પણ વાંચો: કારગિલ વિજય દિવસની ઉજવણીમાં વડા પ્રધાને પાકિસ્તાનનો ઉલ્લેખ કરીને ત્રાસવાદને વખોડ્યો

કુર્રમ જિલ્લા હોસ્પિટલના સીએમએસ ડો. મીર હસન જાને ખાનગી મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે 24 જુલાઈથી અથડામણ શરૂ થઈ ત્યારથી 32 મૃતદેહો અને 200 થી વધુ ઘાયલ લોકો એકલા તેમની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી 32 હજુ પણ સારવાર હેઠળ છે.

પાકિસ્તાનમાં ફાટી નીકળેલા આ રમખાણ પાછળનું કારણ જમીનનો વિવાદ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે જુલાઈમાં પણ આ જ જમીનના ટુકડાને લઈને વિવાદ થયો હતો. આ કારણે કુર્રમમાં સાંપ્રદાયિક સંઘર્ષ ફાટી નીકળ્યો હતો અને અનેક લોકો માર્યા ગયા હતા.

પાકિસ્તાનના સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં જમીનના ટુકડા માટે બે આદિવાસી જૂથો વચ્ચે સંઘર્ષ શરૂ થયો છે. હિંસામાં 49 લોકો માર્યા ગયા અને 200થી વધુ લોકો ઘાયલ થયા. આ સાથે જ જિલ્લામાં અન્ય ઘણા સ્થળોએ ગોળીબાર ચાલુ છે.

શાંતિ સમિતિના સભ્ય મલિક મહમૂદ અલી જાનના જણાવ્યા અનુસાર 30 એકર જમીનનો આ વર્ષો જૂનો વિવાદ ગુલાબ મલિકેલ અને મદાકી જાતિઓ વચ્ચે છે. જેમાંથી એક શિયા સમુદાયથી છે, જ્યારે અન્ય સુન્ની છે. તેમના મતે આ વિવાદને લઈને ઘણી સશસ્ત્ર અથડામણો થઈ છે, સમાધાન માટે પણ પ્રયત્નો થયા છે પરંતુ હજુ સુધી આ મુદ્દો ઉકેલાયો નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button