પહેલગામ હુમલાનો બદલો લેવા માટે ઇઝરાયેલ ભારતને સમર્થન આપ્યું…

નવી દિલ્હી: પહેલગામ આતંકવાદી હુમલા બાદ દુનિયાભરમાં પાકિસ્તાનની ટીકા કરવામાં આવી રહી છે. ભારત પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી શરુ કરે તેવી શક્યતા છે. એવામાં ઇઝરાયેલના રાજદૂત રુવેન અઝાર (Reuven Azar)એ ભારતને ટેકો જાહેર કર્યો છે. એક નિવેદનમાં રુવેન અઝારે કહ્યું કે આવા ગુનેગારો હંમેશા અન્ય લોકોને ડરાવવાનો પ્રયાસ કરે છે. ભારત બદલો લેવા માટે વધુ મજબુત સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે.
રુવેન અઝારે કહ્યું કે “ગુનેગારો હંમેશા આપણને ડરાવવા માટે નવા રસ્તા શોધવાનો પ્રયાસ કરે છે, આપણે ચોક્કસપણે આ તરફ ધ્યાન આપવું પડશે. આપણે ધ્યાન આપવું પડશે કે તેઓ કેવી રીતે વિચારે છે, કેવી રીતે કાર્ય કરે છે અને મને ખાતરી છે. તેઓ તેમની હરકતો કરતા રહેશે, પણ મને એ પણ વિશ્વાસ છે કે આપણે વધુ દૃઢ નિશ્ચય સાથે બદલો લઈશું.’
અઝારે કહ્યું, ‘મને ખાતરી છે ભારત સરકાર, આ કામ કેવી રીતે કરવું તે જાણે છે. આપણે ભૂતકાળમાં જોયું છે કે સરકારના પ્રયાસોને કારણે પરિસ્થિતિ કેવી રીતે સ્થિર થઈ છે. અમે સાથે મળીને સહયોગ કરવાનો પ્રયાસ કરીએ છીએ. જોખમોનો સામનો કેવી રીતે કરવો, આતંકવાદનો સામનો કરવાના માધ્યમોમાં કેવી રીતે સુધારો કરવો એના માટે કામ કરી રહ્યા છીએ. ગુપ્ત માહિતી, ટેકનોલોજી કે પદ્ધતિ ક્ષેત્રે આપલે કરવામાં આવી રહી છે.”