હવે રિટેલ સ્ટોર કે મોલ્સવાળા તમારી પાસેથી મોબાઈલ નંબર નહીં માગેઃ જાણો કારણ…

નવી દિલ્હીઃ મોબાઈલનો એક ત્રાસ છે સૌ કોઈ સહન કરે છે તે છે પ્રમોશનલ કોલ્સ અને મસેજ. ડીએનડી એક્ટિવેટ કર્યા બાદ પણ દિવસમાં ગમે ત્યારે તેમને કોઈપણ પ્રોડક્ટ કે સેવાના કોલ્સ કે મસેજ આવે છે. સવાલ એ થાય કે આ લોકો પાસે આપણા નંબર આવે છે ક્યાંથી. તો તેના ઘણા રસ્તા છે.
તેમાંનો એક છે રિટેલ્સ સ્ટોર અથવા શૉપિંગ મોલ્સ. તમે કંઈ પણ ખરીદો એટલે તમારો મોબાઈલ નંબર માગે છે. તમને એમ કહેવામાં આવે છે કે તમારા નંબર પર બિલ મોકલવામાં આવશે. મલ્ટિપ્લેક્સમાં ટિકિટ બુક કરાવો તો પણ નંબર માગવામાં આવે છે અને ટિકિટ તેના પર મોકલવામાં આવે છે.
આથી તમારો મોબાઈલ નંબર બધા પાસે હોય છે, પણ હવે આ ત્રાસથી તમને મુક્તિ મળવાની સંભાવના છે કારણ કે સરકાર એક નવો કાયદો લાવી રહી છે. ભારતમાં ટૂંક સમયમાં ડેટા સુરક્ષા માટેના નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. આનાથી મોબાઈલ નંબર લેનારા મોટા રિટેલ સ્ટોર્સ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.
કારણ કે નવા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ હેઠળ હવે તેઓ આ ડેટા લઈ શકશે નહીં. કારણ કે તે લોકોની પ્રાઈવસીને જોખમમાં મૂકે છે. જોકે ગ્રાહકો સ્વેચ્છાએ તેમના નંબર આપી શકે છે.
ઈન્ટેલેક્યુઅલ પ્રોપર્ટી લૉ ફર્મ અનુસાર મોબાઇલ નંબર મોટેથી કહેવાને બદલે કીપેડનો ઉપયોગ કરીને દાખલ કરવા જેવા નાના ફેરફારો પ્રાઈવસીમાં સુધારો કરશે. કાયદો કહે છે કે ગ્રાહકોને જણાવવું જોઈએ કે તેમનો ડેટા શા માટે કલેક્ટ કરવામાં આવી રહ્યો છે, તે કેટલો સમય રાખવામાં આવશે અને ક્યારે કાઢી નાખવામાં આવશે. ઈમ્પ્લાઈંડ કન્સેંટના નામે હવે ગમે થઈ શકશે નહીં, એક્સપ્લિસિટ કન્સેન્ટ જરૂરી બની જશે, તેમ નિષ્ણાતો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો…રિટેલ રોકાણકારોને ફક્ત રોકડામાં રસ છે