
હૈદરાબાદ: તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC)ની નિર્માણાધીન ટનલનો એક ભાગ ધરાશાયી થતાં ફસાયેલા આઠ લોકોને હજુ સુધી બહાર કાઢી (Telangana Tunnel Collapse) શકાયા નથી. ટનલમાં તેમના જીવિત હોવાની આશા હવે ધીમે ધીમે ધૂંધળી થઈ રહી છે. રેસ્ક્યુ ટીમો ટનલના 13.85 કિમીમાંથી 13.79 કિમી સુધી પહોંચવા સફળ થઇ છે, છતાં અંતિમ ભાગ પડકારજનક બની રહ્યો છે.
Also read : Punjab સરકારે કરી મોટી જાહેરાત, પંજાબીને મુખ્ય અને ફરજિયાત વિષય તરીકે ભણાવાશે
દરમિયાન, SLBC પ્રોજેક્ટ માટે કામ કરી રહેલા સેંકડો શ્રમિકો તેમને બાકીનું વેતન ચુકવવા અને તેમને કામ પરથી છુટા કરવા માંગ કરી છે. સેંકડો શ્રમિકો માંગ કરી રહ્યા છે કે ટનલ બનાવતી કંપની જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડ બાકીનું વેતન ચૂકવે અને તેમને જવા દે.
શ્રમિકોનો કામ કરવાથી ઇનકાર:
SLBC પ્રોજેક્ટ માટે કામ કરી રહેલા મોટાભાગના શ્રમિકો ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશના છે. ટનલનું કામ ક્યારે ફરી શરુ થાય એ નક્કી નથી, મોટાભાગના કામદારોને ડર છે કે તેઓ અન્ય જગ્યા એ પણ રોજગારની તકો ગુમાવી દેશે. એક શ્રમિકે જણાવ્યું કે “અમારામાંથી જેમણે શનિવારે સવારે ટનલમાં ભયાનક દ્રશ્ય જોયું હતું તેઓ હવે કોઈપણ ટનલમાં કામ પર પાછા ફરી શકે એમ નથી. અમને ઘરે જવાની મંજૂરી આપવી જોઈએ.”
બે દિવસમાં રેસ્ક્યુ ઓપરેશન પૂરું થશે:
બુધવારે સાંજે, તેલંગાણાના સિંચાઈ પ્રધાન એન ઉત્તમ કુમાર રેડ્ડીએ જણાવ્યું હતું કે બચાવ કામગીરી આગામી બે દિવસમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
બચાવ પ્રયાસોનું નિરીક્ષણ કર્યા બાદ રેડ્ડીએ જણાવ્યું હતું કે, “જે લોકો ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે અંદર જઈ રહ્યા છે, તેઓ પોતે પણ મોટા જોખમમાં છે. ગઈકાલે અને આજે, અમે પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું છે અને બચાવ કર્મચારીઓ માટે જોખમ ઓછું કરવા અને કાર્યક્ષમ રીતે આગળ વધવા માટે વ્યૂહરચના વિકસાવી છે. હવે અમારી પાસે એક યોજના છે, અને અમે બચાવ અને રાહત કામગીરી વધુ ઝડપથી આગળ વધારી રહ્યા છીએ.”