26મી જાન્યુઆરીની દિલ્હીના કર્તવ્ય પથ પરની પરેડ લાઈવ જોવી છે? જાણો કઈ રીતે શક્ય છે આ…

26મી જાન્યુઆરીના રોજ ભારત 77મા પ્રજાસત્તાક દિવસ (Republic Day)ની ઊજવણી કરવા જઈ રહ્યો છે. આ દિવસે દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાનારી ભવ્ય પરેડ જોવી એ દરેક એક ભારતીય નાગરિક તરીકે ગર્વની ક્ષણ હોય છે. જો તમે પણ આ વખતે આ પરેડ ટીવી પર જોવાને બદલે રૂબરૂ જઈને જોા માંગો છો તો તમારી આ ઈચ્છા પૂરી થઈ શકે એમ છે. જોકે, એ માટે તમારે આ સ્ટોરી છેલ્લે સુધી ચોક્કસ વાંચી જવી પડશે.
પ્રજાસત્તાક દિવસની પરેડ માટેની તૈયારીઓ દેશની રાજધાની દિલ્હીમાં એકદમ પૂરજોશમાં ચાલી રહી છે. આવી સ્થિતિમાં સામાન્ય નાગરિકો પણ આ પરેડને લાઈવ જોઈ શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે ટિકિટ બુકિંગ પ્રોસેસ પણ ખૂબ જ સરળ રાખવામાં આવી છે. પરેડ જોવા જનારાઓ 14મી જાન્યુઆરી સુધી ટિકિટ બુક કરી શકશે.
આ પણ વાંચો : પ્રજાસત્તાક દિવસ પરેડઃ યુપીની ઝાંખીને પ્રથમ પુરસ્કાર, જમ્મુ-કાશ્મીર રાઇફલ્સને શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડીનો ખિતાબ…
કઈ રીતે બુક કરશો ટિકિટઃ
26મી જાન્યુઆરીની પરેડ લાઈવ જોવા માટેની ટિકિટ કઈ રીતે બુક કરશો એની તો એના માટે તમારે અહીં જણાવવામાં આવેલા સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
⦁ સૌથી પહેલાં તો તમારે સંરક્ષણ મંત્રાલયના ઓફિશિયલ પોર્ટલ aamantran.mod.gov.in પર જવું પડશે.
⦁ ત્યાર બાદ તમારું નામ, ડેટ ઓફ બર્થ, મોબાઈલ નંબર, એડ્રેસ અને ઈમેઈલ આઈડી ભરીને રજીસ્ટ્રેશન કરો.
⦁ આ સાથે તમારે તમારું એક આઈડી પ્રૂફ પણ અપલોડ કરવું પડશે.
⦁ ઓનલાઇન પેમેન્ટ કર્યા પછી, તમારી ડિજિટલ ટિકિટ જનરેટ થશે, જેને તમે ડાઉનલોડ કરી શકો છો.
ઓફલાઈન ટિકિટ આ રીતે બુક કરો
જો તમે ઓનલાઇન ટિકિટ બુક ના કરી શકો તો તમે ઓફલાઈન પણ ટિકિટ પણ બુક કરી શકો છો. આ માટે તમારે દિલ્હી ખાતે આવેલા સેના ભવન (ગેટ નં. ૫), શાસ્ત્રી ભવન (ગેટ નં. ૩), જંતર-મંતર, સંસદ ભવન રિસેપ્શન અને રાજીવ ચોક કે કાશ્મીરી ગેટ મેટ્રો સ્ટેશન પર સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી ટિકિટ મળી રહેશે.
આ પણ વાંચો : પ્રજાસત્તાક દિવસની પરેડમાંથી દિલ્હીની ઝાંખી બાકાત, કેજરીવાલની ટીકા પર સંરક્ષણ મંત્રાલયે આપી સ્પષ્ટતા
ટિકિટની કિંમત શું છે?
ટિકિટ કઈ રીતે બુક કરી શકાય એ જાણી લીધા બાદ આગળ વધીએ અને વાત કરીએ ટિકિટ માટે તમારે કેટલા રૂપિયા ચૂકવવા પડશે એની. મળતી માહિતી મુજબ પરેડની ટિકિટ 20 રૂપિયાથી શરૂ થાય છે અને પોઝિશન પ્રમાણે 100 રૂપિયા સુધીના દર રાખવામાં આવ્યા છે. આ સિવાય 28મી જાન્યુઆરીના યોજાનારી બીટિંગ રિટ્રીટના રિહર્સલ માટે રૂપિયા અને 29મી જાન્યુઆરીના યોજાનાના બીટિંગ રિટ્રીટ સેરેમનીના મુખ્ય કાર્યક્રમમા માટે 100 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે.
આ વાતોનું રાખો ખાસ ધ્યાન…
26મી જાન્યુઆરીના તમે પણ જ્યારે પરેડ જોવા જાવ તો કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. આ સમયે તમારે ખરીદેલી ટિકિટની સાથે સાથે જ ઓરિજિનલ આઈડી પ્રૂફ આધાર કાર્ડ, પેન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ વગેરે રાખવું ફરજિયાત છે. પરેડ જોવા જતી વખતે તમે તમારી સાથે બેગ, બ્રીફકેસ, પેન, કેમેરા, દૂરબીન, હેન્ડીકેમ, ખાવા-પીવાની વસ્તુઓ, અત્તર/સ્પ્રે, છરી, કાતર કે વાયર જેવી વસ્તુઓ લઈ જઈ શકતા નથી. આ સમયે તમે માત્ર તમારો મોબાઈલ ફોન સાથે રાખી શકો છો.



