નેશનલ

ધાર્મિક ગ્રંથોમાં કોઈ કોપીરાઈટ હોઈ શકે નથી, પરંતુ તેના રૂપાંતરણના પર હોઈ શકે: દિલ્હી હાઈકોર્ટ

દિલ્હી હાઈકોર્ટે ઈસ્કોનના સ્થાપક શ્રીલ પ્રભુપાદ દ્વારા સ્થાપિત ભક્તિવેદાંત બુક ટ્રસ્ટ સંબંધિત સામગ્રીના પુનઃપ્રકાશન અને પ્રસાર કરવા કેટલીક સંસ્થાઓ પર રોક લગાવી હતી. દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે ધાર્મિક ગ્રંથો પર કોઈ કોપીરાઈટ હોઈ શકે નહીં, પરંતુ તેમના રૂપાંતરણ, જેમ કે રામાનંદ સાગરની રામાયણ અથવા બીઆર ચોપરાના મહાભારત, ‘પાયરસી’થી રક્ષણ મેળવવા માટે હકદાર છે.

ન્યાયમૂર્તિ પ્રતિભા એમ. સિંહે આ મુદ્દા પર ટ્રસ્ટના દાવાનો નિકાલ કરતી વખતે જણાવ્યું હતું કે ધર્મગ્રંથો અંગે ઉપદેશ અથવા અર્થઘટન કરતી કૃતિઓ પર કોપીરાઈટનો અધિકાર રહેશે અને આવી કોપીરાઈટ યોગ્ય કૃતિઓની પાયરસીની પરવાનગી આપી શકાય નહીં.

કોર્ટનો આદેશ ભક્તિવેદાંત બુક ટ્રસ્ટની અરજી પર આવ્યો હતો. ટ્રસ્ટે ફરિયાદ કરી હતી કે કેટલીક વેબસાઇટ્સ અને મોબાઇલ એપ્લિકેશન્સ સહિતની ઘણી સંસ્થાઓ તેમની સંમતિ વિના ઑનલાઇન પ્લેટફોર્મ્સ પર કોપીરાઇટ વળી કૃતિઓના ભાગ લગભગ શબ્દશઃ ઉપલબ્ધ કરાવે છે.

કોર્ટે તાજેતરમાં વચગાળાના આદેશમાં જણાવ્યું હતું કે, વાદીના કાર્યોના કોઈપણ ભાગને પ્રિન્ટેડ સ્વરૂપમાં અથવા ઓડિયો-વિઝ્યુઅલ સ્વરૂપમાં અથવા વેબસાઈટ, મોબાઈલ એપ સહિત કોઈપણ ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઉપલબ્ધ કરાવવા પર પ્રતિબંધ છે. કોઈપણ રીતે આમ કરવું વાદીના કોપીરાઈટનું ઉલ્લંઘન ગણાશે.

કોર્ટે પ્રસાશનને વાંધાજનક લિંક્સને દૂર કરવા અને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. ગૂગલ અને મેટા જેવા પ્લેટફોર્મ પર આવી પ્રવૃતિઓ બંધ કરાવવા નિર્દેશ આપ્યો હતો.

વાદી ટ્રસ્ટે જણાવ્યું હતું કે તે આધ્યાત્મિક ગુરુ અભય ચરણારવિંદ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદના તમામ કાર્યોમાં કોપીરાઈટ ધરાવે છે, જેમણે ધાર્મિક પુસ્તકો અને શાસ્ત્રોને સરળ બનાવ્યા જેથી સામાન્ય માણસ તેને સરળતાથી સમજી શકે. પ્રભુપાદના જીવનકાળ દરમિયાન અને તેમની ‘મહાસમાધિ’ પછી વાદીએ તેમના ઉપદેશોને પ્રિન્ટેડ અને ઑડિયો ફોર્મ સહિત વિવિધ સ્વરૂપોમાં ફેલાવ્યા હતા અને પ્રતિવાદીઓએ આને તેમના ઑનલાઇન પ્લેટફોર્મ, મોબાઇલ એપ્લિકેશન અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોઈપણ લાઇસન્સ અથવા અધિકારો વિના ઉપલબ્ધ કરાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button