Cold ‘Drink’ war: રિલાયન્સ ભારતમાં લઇને નવી સોફ્ટ ડ્રિંક્સ બ્રાન્ડ, શ્રીલંકન ક્રિકેટર સાથે છે કનેક્શન

મુંબઈ: ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે, ગરમી વધવાની સાથે કોલ્ડ ડ્રિંક્સ ની માંગમાં વધારો થઇ રહ્યો છે. ભારતીય બજારમાં અમેરિકાની કોલ્ડડ્રિન્ક્સ કંપની કોકા-કોલા અને પેપ્સિકો વચ્ચેની તીવ્ર હરીફાઈ રહે છે, એવામાં ભારતીય કંપની રિલાયન્સ બજારમાં ત્રીજા મોટા દાવેદાર તરીકે પ્રવેશ કર્યો છે. બે વર્ષ રિલાયન્સે કેમ્પા કોલા બ્રાન્ડ સાથે બજારમાં પ્રવેશ કર્યો હતો, એવામાં રિલાયન્સ વધુ એક બ્રાન્ડ સાથે સોફ્ટ ડ્રિંક્સ અને એનર્જી ડ્રિંક્સ બજારમાં ખળભળાટ મચાવી દીધો છે. આ બ્રાન્ડનું શ્રીલંકાના ભૂતપૂર્વ ઓફ સ્પિનર મુથૈયા મુરલીધરન (Muttiah Muralitharan) સાથે સીધું કનેક્શન છે.

Credit: The Economic Times
આ ઉનાળામાં ભારતના સોફ્ટ ડ્રિંક્સ અને એનર્જી ડ્રિંક્સ બજારમાં મોટા બદલાવ જોવા મળી શકે છે. રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ (RCPL) એ મુથૈયા મુરલીધરનની કંપની સિલોન બેવરેજીસ ઇન્ટરનેશનલ (Ceylon Beverage International) પાસેથી પ્રીમિયમ જ્યુસ બ્રાન્ડ સન ક્રશ(Sun Crush)ની પ્રોડક્ટ્સનું ભારતમાં ઉત્પાદન અને વેચવામાં રાઈટ્સ હસ્તગત કર્યા હતાં, હવે દેશમાં બ્રાન્ડના ડ્રિંક્સનું ઉત્પાદન પણ શરૂ થઇ ગયું છે.
Also read: જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ફેબ્રુઆરીમાં વધીને 2.38 ટકાના સ્તરે પહોંચ્યો
આ બ્રાન્ડ્સ સાથે સ્પર્ધા:
ભારતીય બજારમાં સન ક્રશની સીધી સ્પર્ધા ડાબરની રિયલ, આઇટીસીની બી નેચરલ, અમૂલ ટ્રુ, પેપરબોટ અને પેપ્સિકોની ટ્રોપિકાના સાથે છે. આવી સ્થિતિમાં, સન ક્રશની 200 મિલી બોટલ 20 રૂપિયામાં વેચી રહી છે. આ પગલું પેકેજ્ડ સોફ્ટ ડ્રિંક્સ માટેનું ‘કોલ્ડ વોર’ વધુ તીવ્ર બનાવશે.
આ કંપનીઓને ચિંતા:
રિયલ અને ટ્રોપિકાના જેવા હરીફો પાસે સમાન કિંમતે જ્યુસ ડ્રિંક વેરિયન્ટ્સ વેચી રહી છે. રસ કિક (Raskik) પછી સન ક્રશ રિલાયન્સની બીજી જ્યુસ બ્રાન્ડ છે.
દિલ્હી સ્થિત એક મોટા FMCG વિતરકને એક મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે ડાબર, ITC અને ટાટા કન્ઝ્યુમર જેવી કંપનીઓએ કિંમત, પ્રમોશન અને માર્જિન બાબતે સન ક્રશ અંગે ટ્રેડ ચેનલો સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે.
Also read:ટૂંક સમયમાં સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર પરત ફરશે, જાણો શેડ્યુલ
મોટા પાયે બજારમાં સ્પર્ધા કરવા માટે રિલાયન્સે બે વર્ષ પહેલાં રસ કિકને હસ્તગત કરી હતી.