પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં 88 લાખ લોકોનું રજિસ્ટ્રેશન
MSME રાજ્ય મંત્રીએ કહ્યું 13 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ
નવી દિલ્હી: રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમ્યાન MSME રાજ્ય મંત્રી ભાનુ પ્રતાપ સિંહ વર્માએ જાણકારી આપી કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત 88 લાખ લોકોનુ રજિસ્ટ્રેશન થઈ ગયું છે. તેમણે જણાવ્યુ કે આ યોજના અંતર્ગત આશરે 13 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
તેણે જણાવ્યુ કે 17 ડિસેમ્બર 2023 શરૂ થયેલી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં સરકાર 18 ક્ષેત્રોમાં પારંપારિક કૌશલને વેગ આપવા માટે ઓછા વ્યાજ દરે લોન આપે છે.
તેણે વધુમાં પૂછયેલા પ્રશ્નોના એક જવાબમાં કહ્યું કે MSMEને વેગ આપવા માટે કેટલીય યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જેને લઈને 125 કેરોડ રૂપિયાના ખર્ચે દેશભરમાં 53 કેન્દ્ર બનાવી ચૂકવામાં આવ્યા છે તેમજ બીજા 20 હજાર બનાવાઇ રહ્યા છે.
તેમજ તેમણે વિરોધી પક્ષોના આરોપોને ઉડાવી દીધા હતા કે અન્ય દળોની સરકાર વાળા રાજ્ય સાથે કોઈ પણ પ્રકારોનો પક્ષપાટ કરવામાં આવી રહ્યો છે.