નેશનલ

નવા ફોજદારી કાયદાઓ લાગુ થયા બાદ કેવી રીતે નોંધાવશો E-FIR ?

નવી દિલ્હી: આજ સોમવારથી દેશભરમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓ લાગુ થી ચૂક્યા છે. આ સાથે જ સંસ્થાનવાદી કાળના કાયદાઓને ખતમ કરી દેવામાં આવ્યા છે. આજસુધી આપણે IPC અને CRPCનો ઉલ્લેખ કરતાં આવ્યા છીએ તે પણ હવે ઇતિહાસ બની ચૂકી છે અને સાથે જ IEAને પણ ખતમ કરી દેવાયુ છે. આજથી ત્રણ નવા ફોજદારી કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે. જેમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય સાક્ષ્ય અધિનિયમનો સમાવેશ થાય છે.

ભારતીય ન્યાયિક સંહિતામાં ફેરફારો કરવામાં આવ્યા છે. હવે ઈલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન દ્વારા આપવામાં આવેલા સમાચાર પર પણ FIR નોંધી શકાશે. એટલે કે હવે ઈ-મેલ, વોટ્સએપ અને સીસીટીએનએસ પોર્ટલ દ્વારા એફઆઈઆર નોંધાવી શકાશે. હવે ઘરે બેઠા એફઆઈઆર નોંધાવી શકાશે અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. જો ઈ-એફઆઈઆર દાખલ કરવામાં આવે તો પીડિતાએ ત્રણ દિવસની અંદર પોલીસ સ્ટેશન જવું પડશે. નહિતર તેની એફઆઈઆર માન્ય ગણાશે નહિ.

નવા કાયદાઓથી આધુનિક ન્યાય પ્રણાલીને સુનિશ્ચિત કરશે. ઝીરો એફઆઈઆર, સમન્સ માટે એસએમએસ જેવી ઈલેક્ટ્રોનિક પદ્ધતિઓનો ઉપયોગ, પોલીસ ફરિયાદની ઓનલાઈન નોંધણી, જઘન્ય ગુનાઓ માટે ગુનાના સ્થળની વિડિયોગ્રાફી જેવી જોગવાઈઓ હવે નવા કાયદામાં સામેલ કરવામાં આવી છે. જો તમારી સાથે કોઈ ક્રાઇમની ઘટના થાય છે તો તમે ઘરે બેઠા કેવી રીતે નોંધાવી શકો છો FIR,ચાલો જાણો સ્ટેપ્સ.

E-FIR કઈ રીતે નોંધાવી શકો:
કોઈપણ ગુનાની સ્થિતિમાં જો પીડિત સશરીર પોલીસ સ્ટેશન જવા માંગતા ન હોય, તો તે ઘરે બેસીને SMS અથવા ઈમેલ જેવા ઈલેક્ટ્રોનિક માધ્યમથી ફરિયાદ નોંધાવી શકે છે.

પ્રથમ સ્ટેપ:
પોતાની ફરિયાદ નોંધાવવા માટે દિલ્હી પોલીસની વેબસાઇટ પર જઈને અથવા ઇ-કોમ્યુનિકેશનના માધ્યમથી પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ મોકલી શકે છે.

બીજું સ્ટેપ:
ઘટનાની સમગ્ર માહિતી ફિલ કરો, પોતાની પર્સનલ માહિતી અને જરૂરી દસ્તાવેજોની માહિતી પણ ભરો.

ત્રીજું સ્ટેપ:
પ્રાથમિક ચકાસણી માટે ઈ-એફઆઈઆર તપાસ અધિકારીને મોકલવામાં આવશે. ત્યારબાદ આ કેસ કોઈ પ્રાથમિક દ્રષ્ટિએ ગુનો છે કે કેમ તે સુનિશ્ચિત કરવા તપાસ અધિકારી તેની પ્રાથમિક તપાસ શરૂ કરી શકે છે. જો કે જેમાં વધુમાં વધુ 14 દિવસનો સમય લાગશે. ઈ-કોમ્યુનિકેશન દ્વારા મોકલવામાં આવેલી ફરિયાદ ત્રણ દિવસમાં રેકોર્ડ પર લેવામાં આવશે અને એફઆઈઆર નોંધવામાં આવશે.

જો તાત્કાલિક પગલાંની જરૂર હોય તો તપાસ અધિકારી ફરિયાદના આધારે કેસ નોંધી શકે છે. એફઆઈઆરની સમીક્ષા એસએચઓ દ્વારા કરવામાં આવશે અને તે તપાસ અધિકારીને સોંપવામાં આવશે. FIRની નકલ ફરિયાદીને મફતમાં આપવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ