ભારત-ચીનના વિવાદ મામલે એસ. જયશંકરનું નિવેદન “અન્ય ત્રીજા દેશ તરફ કોઇ નજર નહિ”

ટોક્યો: ભારત અને ચીન વચ્ચેના સંબંધોને લઈને વિદેશ પ્રધાન એસ. જયશંકરે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચેના સબંધો ખરાબ છે પણ તેના સમાધાનને લઈને અન્ય કોઇ ત્રીજા દેશે દખલગીરી કરવાની જરૂર નથી. ભારત અને ચીન તેના પ્રશ્નને લઈને મળીને ઉકેલ શોધશે. ભારત અને ચીનના સબંધોને લઈને તેમણે કોઈ ત્રીજા પક્ષની દખલગીરીનો ઈન્કાર કર્યો છે.
વિદેશમંત્રી એસ. જયશંકરે ભારત-ચીન સીમા વિવાદને લઈને કોઈ ત્રીજા પક્ષની દખલગીરીનો ઈન્કાર કર્યો છે. તેમણે સોમવારે કહ્યું કે બંને પાડોશી દેશો વચ્ચેના મુદ્દાનો ઉકેલ બંનેએ શોધવો પડશે. જાપાનની રાજધાની ટોક્યોમાં પ્રેસ કોન્ફરન્સમાં જયશંકરે ઘણા સવાલોના જવાબ આપ્યા. આઆ દરમિયાન તેમણે કહ્યું ‘ભારત અને ચીન વચ્ચેના વાસ્તવિક મુદ્દાને ઉકેલવા માટે અમે અન્ય દેશો તરફ જોઈ રહ્યા નથી.’ ક્વાડ જૂથના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ટોક્યો ગયા છે. તેમણે એમ પણ કહ્યું કે ચીન સાથે ભારતના સંબંધો સારા નથી.
આ પણ વાંચો : યુએસએ કોઈ સ્પષ્ટતા વગર ભારતીય વિદ્યાર્થીઓ પરત મોકલી રહ્યું છે, જાણો શું કહ્યું ભારત સરકારે
એસ જયશંકરે કહ્યું, ‘અમારી વચ્ચે સમસ્યા છે અથવા હું કહીશ કે ભારત અને ચીન વચ્ચે એક વિવાદ છે. મને લાગે છે કે અમારે બંનેએ તેના વિશે વાત કરવી જોઈએ અને સમાધાન લાવવું જોઈએ. તેમણે આ મહિને બે વખત ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે થયેલી તેમની બેઠકોને પણ યાદ કરી. વિદેશ મંત્રીએ કહ્યું, ‘સ્વાભાવિક રીતે વિશ્વના અન્ય દેશો પણ આ મામલે રસ લેશે, કારણ કે અમે બંને મોટા દેશ છીએ. અમારા સંબંધોની સ્થિતિની અસર બાકીના વિશ્વ પર પડે છે. પરંતુ, અમે અમારી વચ્ચેના વાસ્તવિક મુદ્દાને ઉકેલવા માટે અન્ય દેશો તરફ નજર નથી માંડી રહ્યા.
ભારતના વિદેશપ્રધાન જયશંકર અને ચીનના વિદેશપ્રધાન વાંગ ગયા અઠવાડિયે લાઓસની રાજધાનીમાં મળ્યા હતા, જ્યાં તેઓએ એસોસિએશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (ASEAN)ની બેઠકોમાં હાજરી આપી હતી. આ બેઠક દરમિયાન તેઓ 2020 માં પૂર્વી લદ્દાખમાં લશ્કરી અવરોધ પછી સૈનિકોને છૂટા કરવાની પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે મજબૂત માર્ગદર્શન પ્રદાન કરવાની જરૂરિયાત પર સંમત થયા હતા. 4 જુલાઈના રોજ જયશંકર અને વાંગ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના શિખર સંમેલન દરમિયાન કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં મળ્યા હતા.