રીલ બનાવતી ટ્રાવેલ ઇન્ફ્લુએન્સરનું ખીણમાં પડી જતાં મૃત્યુ

ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર અનવી કામદારનું અવસાન થયું છે. મુંબઈ નજીક રાયગઢમાં 26 વર્ષની અનવીનું ધોધમાં પડી જવાથી મોત થયું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે મુંબઈ સ્થિત ટ્રાવેલ પ્રભાવક અનવી કામદારને રાયગઢમાં કુંભે ધોધની સુંદરતા કેપ્ચર કરતી વખતે અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. ઇન્સ્ટા રીલનું શૂટિંગ કરતી વખતે તે 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઇ હતી, જેના કારણે તેનું મોત થયું હતું. અનવી 16મી જુલાઈના રોજ તેના મિત્રો સાથે ધોધ પર ફરવા ગઈ હતી.
અનવી ટ્રાવેલિંગની સાથે સારી જગ્યાઓ વિશે માહિતી આપતી હતી. અનવી તેના મિત્રો સાથે રાયગઢ જિલ્લાના માનગાંવ તાલુકાની મુલાકાતે આવી હતી. અનવી ત્યાં કુંભે ધોધ પાસે એક નાનકડી સ્પાઇક પર રીલ બનાવવા ગઈ હતી અને તેનો પગ લપસી ગયો હતો, આ અકસ્માતમાં અનવી 300 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક ધોરણે બચાવ ટીમને ઘટનાસ્થળે મોકલી હતી. કોસ્ટ ગાર્ડ દળોની સાથે મહારાષ્ટ્ર રાજ્ય વિદ્યુત બોર્ડના કર્મચારીઓ પાસેથી વધારાની મદદ માંગવામાં આવી હતી, પરંતુ અનવીને બચાવી શકાઈ ન હતી.
અનવીને ફરવાનો શઓખ હતો અને તેણે આ શોખને જ પોતાની કારકિર્દી બનાવી લીધો હતો. અનવી કામદારના ઈન્સ્ટાગ્રામ પર બે લાખ 56 હજારથી વધુ ફોલોઅર્સ છે. અન્વીએ સીએનો અભ્યાસ કર્યો હતો અને થોડો સમય ડેલોઈટ નામની કંપનીમાં પણ કામ કર્યું હતું અને ત્યાર બાદ ફરવાના શઓખને કારણે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરની દુનિયામાં આવી ગઇ હતી, પણ અનવી કામદારને ક્યાં ખબર હતી કે રીલ બનાવવાની કળા જેણે તેણીને લોકપ્રિયતા મેળવી હતી તે તેના મૃત્યુનું કારણ બનશે.