મનોરંજન

વેલેન્ટાઈન ડેના મૃણાલ ઠાકુર લગ્ન કરશે કે નહીં, જાણો લગ્ન અંગે શું કહ્યું?

મુંબઈ: બોલીવુડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં એક જ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે – શું અભિનેત્રી મૃણાલ ઠાકુર અને સુપરસ્ટાર ધનુષ લગ્ન કરવા જઈ રહ્યા છે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અહેવાલોમાં તો ત્યાં સુધી દાવો કરવામાં આવ્યો હતો કે આ જોડી આગામી 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના રોજ લગ્નના બંધનમાં બંધાશે. જોકે, હવે આ મામલે ખૂદ મૃણાલ ઠાકુરે સામે આવીને મૌન તોડ્યું છે અને લગ્નની વાતો પાછળની હકીકત જણાવી છે.

પોતાના લગ્નની અફવાઓ પર પ્રતિક્રિયા આપતા મૃણાલ ઠાકુરે મજાકિયા અંદાજમાં કહ્યું કે મને તો આ લગ્ન માટે કોઈએ આમંત્રણ જ આપ્યું નથી!” તેણે વધુમાં ઉમેર્યું કે સોશિયલ મીડિયા પર તેની લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ છે તે જાણીને તેને હસવું આવે છે. મૃણાલે સ્પષ્ટ કર્યું કે તે આ અફવાઓ ફેલાવનારાઓનો આભાર માને છે, કારણ કે તેઓ તેનું ફ્રીમાં પીઆર (PR) કરી રહ્યા છે, પરંતુ સત્ય તે નથી જે લોકો સમજી રહ્યા છે. તેણે ચાહકોને 14 ફેબ્રુઆરી સુધી રાહ જોવા પણ જણાવ્યું છે.

જ્યારે મૃણાલને તેના પ્રેમ સબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે હસતા હસતા આ પ્રશ્નને વ્યક્તિગત ગણાવ્યો હતો. તેણે કહ્યું કે હાલમાં આવું કંઈ જ નથી અને જો તે ક્યારેય લગ્ન કરશે તો તેનું પ્રથમ નિમંત્રણ ભગવાન શ્રીગણેશ અને તેના ચાહકોને જશે. મૃણાલે સ્પષ્ટ કર્યું કે હાલ તેનું સંપૂર્ણ ધ્યાન તેની કરીયર પર છે અને અત્યાર પુરતો કોઈ પણ લગ્નનો વિચાર નથી.

આ પણ વાંચો…શ્રેયસ અય્યર અને ધનુષને ડેટ કરી રહી છે મૃણાલ ઠાકુર, અભિનેત્રીએ પોસ્ટ લખીને શું કહ્યું?

આ પહેલીવાર નથી જ્યારે મૃણાલનું નામ કોઈ સેલિબ્રિટીઝ સાથે જોડાયું હોય. અગાઉ બાદશાહ, અરજિત તનેજા, કુશાલ ટંડન અને સિદ્ધાંત ચતુર્વેદી જેવા કલાકારો સાથે પણ તેના લિંકઅપની ચર્ચાઓ થઈ હતી. થોડા સમય પહેલા ક્રિકેટર શ્રેયસ અય્યર સાથે પણ તેનું નામ જોડવામાં આવ્યું હતું, પરંતુ દર વખતે આ વાતો માત્ર અફવા જ સાબિત થઈ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો મૃણાલ ટૂંક સમયમાં સિદ્ધાંત ચતુર્વેદી સાથે ફિલ્મ ‘દો દીવાને સહેર મેં’ માં જોવા મળશે, જે 20 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button