નેશનલ

એન્જિનિયર્સને માટે કેન્દ્ર સરકારની નોકરીની સોનેરી તક, 350 જગ્યાઓ માટે ભરતી

નવી દિલ્હી: જો તમે નોકરી શોધી રહ્યા હોય, તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ BEL તમારા માટે એક સોનેરી તક લાવ્યું છે.ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ BEL એ પ્રોબેશનરી એન્જિનિયરની 350 જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. જેમાં પ્રોબેશનરી એન્જિનિયર/E-II-(ઇલેક્ટ્રોનિક્સ)ની 200 જગ્યાઓ અને પ્રોબેશનરી એન્જિનિયર/E-II-(મિકેનિકલ)ની 150 જગ્યાઓનો સમાવેશ થાય છે.

અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ BEL વેબસાઇટની મુલાકાત લેવી અને ઓનલાઇન અરજી કરવી. અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2025 છે. ચાલો જાણીએ અરજી કઈ રીતે કરાશે અને કોણ કોણ કરી શકશે .

આ પણ વાંચો: સરકારી કર્મચારીઓને ભેટ; કેન્દ્ર સરકારે UPS અંગે જાહેર કર્યું નોટિફિકેશન

કેટલી છે પોસ્ટ?

  • અનુસૂચિત જાતિ કેટેગરી પોસ્ટ 52
  • અનુસૂચિત જનજાતિ કેટેગરી પોસ્ટ 26
  • અન્ય પછાત વર્ગની જગ્યાઓ 94
  • આર્થિક રીતે નબળા વિભાગ પોસ્ટ 35

લાયકાત – માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાંથી BE/B.Tech/B.Sc ની ડિગ્રી હોવી જરુરી છે.

પગાર ધોરણ- રૂ. 40,000 થી રૂ. 1,40,000.

ઉંમર મર્યાદા

ઉમેદવારની ઉંમર 25 વર્ષથી ઓછી હોવી જોઈએ. મહત્તમ વય મર્યાદા SC/ST કેટેગરી, OBC/EBC કેટેગરી, EWS, રાજસ્થાનની જનરલ કેટેગરીની મહિલાઓને પાંચ વર્ષની અને અનામત કેટેગરીની મહિલાઓને 10 વર્ષની છૂટ મળશે.

પસંદગીની પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી કમ્પ્યુટર આધારિત પરીક્ષા પરથી કરવામાં આવશે.
પરીક્ષા સ્થળ (શહેર) – રાંચી, બેંગલુરુ, ભોપાલ, લખનૌ, ગોરખપુર, દેહરાદૂન, દિલ્હીએનસીઆર અને અન્ય શહેરોમાં યોજાશે પરીક્ષા.

અરજી ફી

સામાન્ય વર્ગ અને OBC/EWS માટે રૂ. 1180 ફી રહેશે. એસસી,એસટી કેટેગરી અને શારીરિક રીતે દિવ્યાંગ ઉમેદવાર માટે અરજી ફી નીશુલ્ક રહેશે. ફી ડેબિટ કાર્ડ,ક્રેડિટ કાર્ડ,કેશ કાર્ડ,મોબાઈલ વોલેટ,UPI અને ઈન્ટરનેટ બેંકિંગ મારફતે પે કરવાની રહેશે.

કેવી રીતે કરવી અરજી

  • સૌ પ્રથમ BELની વેબસાઈટ (https//bel-india.in) પર જાઓ.
  • અરજી કરવા માટે લોગિન આઈડી અને પાસવર્ડ તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર આવશે.
    -ઉમેદવારને લોગીન ઓપશન દેખાશે ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો. હોમપેજ પર કરિયર સેકશન પર ડબલ ક્લિક કરો. જોબ ઓપનિંગ્સ પર જાઓ.
  • ઓપન થયેલ પેજ પરE-II ગ્રેડમાં પ્રોબેશનરી એન્જિનિયરની પોસ્ટ માટે ભરતી સંબંધિત સૂચના પર ક્લિક કરો.
  • હવે ન્યુ પેજ ઓપન થશે તેમાં અરજી કરેલ પોસ્ટનું નામ, ઈમેલ આઈડી અને પાસવર્ડ દાખલ કરો ત્યારબાદ અરજીનું ફોર્મ ઓપન થશે. તેમાં પર્શનલ અને એજ્યુકેશનની ડિટેલ્સ ફીલ કરો.
  • બર્થ સર્ટિફીકેટ , શૈક્ષણિક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર સંબંધિત દસ્તાવેજોની સ્કેન કરેલી કોપી અપલોડ કરો.
  • ત્યાર બાદ Apply ની લિંક પર ક્લિક કરો.
  • રજીસ્ટ્રેશન ફોર્મમાં ડિટેલ્સ ભર્યા પછી કેપ્ચા એન્ટર કરો અને સબમિટ ક્લિક કરો.
  • ફી પે કરો. ભરેલું અરજી ફોર્મ વેરીફાઈ કરો. તેની પ્રિન્ટ આઉટ લો. અંહી ઉમેદવારની રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button