
નવી દિલ્હી: વૈવાહિક જીવનમાં પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે પતિ-પત્ની વચ્ચેની રેકોર્કિંગને પુરાવા માન્યા નહોતા. આ મુદ્દે આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરતા હાઈ કોર્ટના ચુકાદાને અમાન્ય ગણ્યો હતો. સુપ્રીમ કોર્ટે લગ્નજીવનના વિવાદોના મુદ્દે મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું કે પતિ-પત્ની વચ્ચે વાતચીતની ગુપ્ત રીતે કરેલી રેકોર્ડિંગને અદાલતમાં પુરાવા તરીકે સ્વીકારી શકાય છે. સુનાવણી દરમિયાન પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટના ચુકાદાને રદ કરવામાં આવ્યા હતો.
સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો
આજે ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્ના અને ન્યાયમૂર્તિ સતીશ ચંદ્ર શર્માની ખંડપીઠે જણાવ્યું હતું કે પતિ-પત્ની એકબીજાની વાતચીતનું રેકોર્ડ કરે તે એ વાતનો પુરાવો છે કે તેમનું લગ્નજીવન મજબૂત નથી. આવી રેકોર્ડિંગનો ઉપયોગ ન્યાયિક કાર્યવાહીમાં થઈ શકે છે. પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે આવી રેકોર્ડિંગને પુરાવાના અધિનિયમની કલમ 122 હેઠળ અસ્વીકાર્ય ગણી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના આદેશને રદિયો આપી અને પારિવારિક અદાલતને આ રેકોર્ડિંગને ધ્યાનમાં લઈને કેસ આગળ વધારવા જણાવ્યું હતું.
રેકોર્ડિંગ સંમતિ વિના કર્યું
બઠિંડાની પારિવારિક અદાલતે પતિને પત્ની સાથેની ફોન વાતચીતની રેકોર્ડિંગવાળી કોમ્પેક્ટ ડિસ્કને પુરાવા તરીકે ઉપયોગની મંજૂરી આપી હતી. પત્નીએ હાઈ કોર્ટમાં આ નિર્ણયને પડકાર્યો, દાવો કર્યો કે આ રેકોર્ડિંગ તેની સંમતિ વિના કરાયું હતું અને તે ગુપ્તતાના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. જોકે, હાઈ કોર્ટે આ રેકોર્ડિંગને નકારી કાઢીને જણાવ્યું હતું કે તે ગોપનીયતાનું ઉલ્લંઘન છે અને ઘરેલું સૌહાર્દને જોખમમાં મૂકે છે.
ન્યાયમૂર્તિની ટિપ્પણી અને અસર
કોર્ટે આ મામલે કહ્યું કે જો લગ્ન એવા તબક્કે પહોંચે કે પતિ-પત્ની એકબીજા પર નજર રાખે, તો તે લગ્નમાં વિશ્વાસનો અભાવ દર્શાવે છે. આવી રિકોર્ડિંગ ન્યાયિક કાર્યવાહીમાં સાક્ષ્ય તરીકે ઉપયોગી થઈ શકે છે, કારણ કે તે સંબંધની સ્થિતિને પ્રકાશિત કરે છે. આ નિર્ણયથી વૈવાહિક વિવાદોના કેસમાં સાક્ષ્યના નિયમોમાં નવો દૃષ્ટિકોણ ઉમેરાયો છે.
આ પણ વાંચો….યમનમાં કેરળની નર્સ નિમિષા પ્રિયાને મૃત્યુદંડથી બચાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી, રાજકીય હસ્તક્ષેપની માંગ…