પિતાની આ એક વાત ન માનવાનું રાધિકાને પડ્યું ભારેઃ પોલીસે કર્યા ખુલાસા | મુંબઈ સમાચાર

પિતાની આ એક વાત ન માનવાનું રાધિકાને પડ્યું ભારેઃ પોલીસે કર્યા ખુલાસા

ગુરુગ્રામ: હરિયાણાની સ્ટેટ ટેનિસ પ્લેયર રાધિકા યાદવની હત્યાને લઈને અવનવા ખુલાસા થઈ રહ્યા છે. અત્યારસુધીની પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, પિતા દીપક યાદવે દીકરી રાધિકાને 1.5 કરોડની ટેનિસ એકેડમી બનાવી આપી હતી. પરંતુ આજે પોલીસે એક નવી વાતનો ખુલાસો કર્યો છે.

રાધિકા પાસે પોતાની ટેનિસ એકેડમી નહોતી

રાધિકા યાદવ મર્ડર કેસને લઈને ગુરુગ્રામ પોલીસે આજે નવો ખુલાસો કર્યો છે. કેસની તપાસ કરતા એક અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, “રાધિકા પાસે પોતાની કોઈ એકેડમી ન હતી.

તે જુદી-જુદી જગ્યા પર ટેનિસ કોર્ટ બુક કરીને નવા ખેલાડીઓને ટ્રેનિંગ આપતી હતી. પિતા દીપક યાદવે તેને ઘણીવાર ખેલાડીઓને ટ્રેનિંગ આપવાનું બંધ કરવા કહ્યું હતું. પરંતુ રાધિકાએ પિતાની વાત માની ન હતી. જે પિતા-પુત્રી વચ્ચેના ઝઘડાનું મુખ્ય કારણ બન્યું હતું.”

આપણ વાંચો: ટેનિસ ખેલાડી રાધિકા યાદવની હત્યા પૂર્વઆયોજિત ષડયંત્ર હતું, જાણો વિગતે

દીકરીની કમાણી પર નિર્ભર ન હતા પિતા

રાધિકા યાદવના પિતા આર્થિક રીતે સંપન્ન હતા. તેમની પાસે એવી ઘણી સંપત્તિઓ હતી, જેનું સારું એવું ભાડુ તેઓને મળતું હતું. તેથી તેઓ પોતાની દીકરીની કમાણી પર તો નિર્ભર ન હતા.

તેમ છતાં ગ્રામજનો તેઓને દીકરીની કમાણી ખાનારો કહીને મહેણાટોણા મારતા હતા. જેથી તે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ડિપ્રેશનનો શિકાર બની ગયા હતા. અંતે તેમણે દીકરીની હત્યાનું પગલું ભર્યું હતું.

દીપક યાદવને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

ગુરુગ્રામ પોલીસે આજે રાધિકાની હત્યાના આરોપી પિતા દીપક યાદવને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. પોલીસે કોર્ટ સમક્ષ દીપક યાદવના રિમાન્ડની માંગણી કરી ન હતી. તેથી કોર્ટે દીપક યાદવને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button