નેશનલ

મહાકુંભમાં આસ્થાની સામે મુશ્કેલીનો પનો ટૂંકો; પિતા-પુત્રીએ સાયકલ પર 675 કિમીનું અંતર કાપ્યું

નવી દિલ્હી: મહાકુંભની શ્રદ્ધા સામે અનેક મોટી સમસ્યાઓનો પનો ટૂંકો પડી રહ્યો છે. મહાકુંભ જવામાં જ્યારે ટ્રાફિકની સમસ્યા આવી તો કેટલાક લોકો બોટ દ્વારા 200 કિમીથી વધુ મુસાફરી કરીને પહોંચ્યા, તો કેટલાક સાયકલ દ્વારા મહાકુંભ પહોંચી રહ્યા છે.

144 વર્ષ બાદ આયોજન થઈ રહેલા મહાકુંભ પર શ્રદ્ધાની ડૂબકી લગાવવા માટે દરેક વ્યક્તિ સંગમ પહોંચી રહ્યા છે. દિલ્હીના એક પિતા-પુત્રીએ સંગમ પહોંચવા માટે ટ્રેન કે બસનો નહિ પણ સાયકલનો માર્ગ પસંદ કર્યો. બંનેએ સાયકલ પર 675 કિમીનું અંતર કાપ્યું અને ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી.

આપણ વાંચો: મહાકુંભ જઈ રહેલા શ્રદ્ધાળુઓને CM યોગીએ કરી અપીલ; કહ્યું “તે દરેક સહિયારી જવાબદારી….

675 કિમીનું અંતર કાપીને ત્રિવેણી સંગમ પહોંચ્યા

દિલ્હીના રહેવાસી અનુપમા પંત અને પિતા ઉમેશ પંત સાયકલ દ્વારા 675 કિમીનું અંતર કાપીને ત્રિવેણી સંગમ પહોંચ્યા હતા. લાંબી યાત્રા કાપીને તેમણે એક રેકોર્ડ પણ બનાવ્યો છે.

આ પહેલથી પિતા અને પુત્રી બંને લોકોને સાયકલ ચલાવવાનો સંદેશ આપવા માંગે છે. બંનેએ પોતાની યાત્રાથી સંદેશ આપ્યો હતો કે સાયકલ ચલાવવાથી ઘણી સમસ્યાઓનો ઉકેલ આવે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

આપણ વાંચો: મહાકુંભમાં વીઆઇપીઓનો પણ રેકોર્ડ બ્રેકઃ અધિકારીઓ વ્યવસ્થાના ભારથી લદાયા…

શું કહ્યું પિતા-પુત્રીએ?

સામાન્ય લોકોને સાયકલ ચલાવવાના ફાયદાઓથી વાકેફ કરવાના ઉદ્દેશ્યથી નીકળેલા પિતા અને પુત્રીએ સંગમમાં સ્નાન કર્યું અને કહ્યું કે સાયકલ ચલાવવાથી વ્યક્તિ સ્વસ્થ રહી શકે છે.

અનુપમા અને તેના પિતાએ કહ્યું કે જો મોટાભાગના લોકો પોતાના કામ માટે સાયકલ દ્વારા વધુ મુસાફરી કરે તો ઘણી સમસ્યાઓનો ઉકેલ પણ આવી શકે છે. તેમનું કહેવું છે કે સાયકલ દ્વારા મુસાફરી કરવાથી માત્ર શરીર સ્વસ્થ રહે છે એટલું જ નહીં પરંતુ આપણા પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button