નેશનલ

‘આંબેડકર ક્લાર્ક હતા, બંધારણ સાથે કોઈ લેવાદેવા નથી’, પૂર્વ VHP આગેવાનના બફાટ બાદ ધરપકડ

તમિલનાડુમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના ભૂતપૂર્વ આગેવાન આરબીવીએસ મણિયને બીઆર આંબેડકર વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી, આ બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આરબીવીએસ મણિયને સંત-કવિ તિરુવલ્લુવર વિરુદ્ધ પણ વાંધાજનક ટિપ્પણી કરી છે. ચેન્નઈ પોલીસે મણિયનની ટી નગર સ્થિત ઘરમાંથી ધરપકડ કરી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં હિન્દુત્વવાદી નેતા આરબીવીએસ મણિયન આંબેડકર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરતા સંભાળવા મળે છે. મણિયન દાવો કરે છે કે આંબેડકર માત્ર એક કારકુન હતા, જેનું કામ ડ્રાફ્ટ લખવાનું અને ટાઇપ કરવાનું હતું. હિન્દુત્વવાદી નેતા માણિયને એવો દાવો કર્યો હતો કે આંબેડકરને ‘ભારતના બંધારણ’ સાથે કોઈ લેવાદેવા નથી.

આરબીવીએસ મણિયને તમિલનાડુમાં વિશ્વ હિન્દુ પરિષદ એકમના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમના નિવેદનો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. તેમના ભડકાઉ નિવેદનોની સોશિયલ મીડિયા પર પણ ટીકા થઈ રહી છે. મણિયન કેટલાક હિન્દુત્વ સંગઠનોના પ્રમુખ તરીકે રહી ચુક્યા છે. હાલના દિવસોમાં તેઓ હિન્દુત્વની વિચારધારાને ફેલાવવાનું કામ કરી રહ્યા છે. તેઓ રાજ્યના વિવિધ ભાગોમાં યોજાયેલા કાર્યક્રમોમાં ભાષણો પણ આપે છે.

મણિયને કહ્યું, ‘જ્યારે પણ આપણે બંધારણની વાત કરીએ છીએ, તેઓ તરત જ આંબેડકરને લઈને આવે છે. હાલની સરકાર પણ આવું જ કહી રહી છે. જો તમે કોઈને બંધારણના નિર્માતા તરીકે સંબોધવા કરવા માંગતા હોવ તો તમારે રાજેન્દ્ર પ્રસાદનું નામ આગળ રાખવું જોઈએ.’

મણિયને એવો પણ દાવો કર્યો હતો કે સંત-કવિ તિરુવલ્લુવર કાલ્પનિક છે. તેમણે કહ્યું, ‘તિરુવલ્લુવર જેવું કોઈ નથી. તે કાલ્પનિક છે. જો કે, જો તમે દાવો કરો છો કે તિરુવલ્લુવરે થિરુકલ લખ્યું છે, તો તમે રામાયણની સત્યતાને કેવી રીતે નકારી શકો?’

પોલીસે મણિયન વિરુદ્ધ આઈપીસી અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની જુદી જુદી કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…