પહેલી એપ્રિલ 2026થી ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં OTP સાથે લાગુ થશે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન, RBIની મહત્ત્વની જાહેરાત | મુંબઈ સમાચાર
નેશનલ

પહેલી એપ્રિલ 2026થી ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં OTP સાથે લાગુ થશે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન, RBIની મહત્ત્વની જાહેરાત

આજકાલ જમાનો ડિજિટલ છે અને આપણે પણ દરરોજના જીવનમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધારે પ્રોત્સાહન આપતા થઈ ગયા છીએ. હવે આજે અમે તમને અહીં જે સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ એ સાંભળીને કદાચ તમે ખુશીથી ઉછળી પડશો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે એક એવી સિસ્ટમ લાવવામાં આવશે, જેને કારણે સાઈબર ફ્રોડ અને સ્કેમ પર લગામ લાગશે. હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વાત ઓટીપી સુધી મર્યાદિત નહીં રહે અને સેફ્ટીનું લેવલ એક લેવલ અપ થશે. આરબીઆઈ લેવડદેવડ માટે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન લોન્ચ કરવાની પ્લાનિંગ કરી રહી છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે એસએમએસ બેઝ્ડ ઓટીપીથી આગળ વધવાનો નિર્ણય લીધો છે. હવે પૈસા ટ્રાન્સફર કરવા માટે ઓટીપી સાથે એક પાસવર્ડની પણ જરૂર પડશે અને આ નવી વ્યવસ્થા પહેલી એપ્રિલ, 2026થી લાગુ કરવામાં આવે છે. ચાલો તમને જણાવીએ કે આ સિસ્ટમમાં શું હશે અને એમાં શું હશે-

આ પણ વાંચો: રૂ. 500ની નોટ માટે RBIની મહત્ત્વની જાહેરાત, હવે આવી નોટ બેંક સ્વીકારશે નહીં, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

શું છે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન?

પહેલી એપ્રિલ, 2026 બાદથી જ્યારે તમે કોઈ પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરશો તો એસએમએસ પર ઓટીનીની સાથે તમને એક વધુ સેફ્ટી પ્રોટોકોલનો ઉપયોગ કરવો પડશે. ટેક્નિકલી વાત કરીએ તો એને ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન કે ટુએફએ કહેવામાં આવે છે. ઉદાહરણ આપીને વાત કરવાની થાય તો જીમેલ પર લોગઈન કરો છો ત્યારે તમે આ ફીચરનો ઉપયોગ કરો છો.

કઈ રીતે કામ કરે છે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન?

જ્યારે તમે જીમેલમાં લોગઈન કરો છો તો પાસવર્ડ નાખો છો એટલે એકાઉન્ટ લોગઈન નથી થઈ જતું. તમને બીજા ડિવાઈસ પર એનું પ્રોમ્પ્ટ આવે છે જેના પર તમને પૂછવામાં આવે છે કે તમે જ લોગ ઈન કરી રહ્યા છો? સ્ક્રીન પર આવેલા આ મેસેજને ઓકે કરવાનું હોય છે અને સાથે એક કોડ પણ આવે છે. જો તમારું જીમેલ એકાઉન્ટ બીજા ડિવાઈસ પર લોગઈન નથી તો ઓથેન્ટિકેટર જેવી એપ પરથી વનટાઈમ પાસવર્ડ લેવું પડે છે.

આ પણ વાંચો: 4થી ઓક્ટોબરથી ચેક એ જ દિવસે થશે ક્લિયર! RBIના નવા નિયમ હેઠળ ગ્રાહકોએ શું ધ્યાન રાખવું પડશે?

ટુએફએના અલગ અલગ છે પ્રકાર

જોકે, આ તો એક ઉદાહરણ છે, કારણ કે ટુએફએના બીજા પણ અનેક પ્રકાર છે. આ જ પેટર્ન હવે લેવડદેવડમાં પણ લાગુ થશે. ઓટીપીની સાથે હવે યુઝરને પોતાના ફોનનો પાસવર્ડ કે બાયોમેટ્રિક પણ કરવું પડશે. આ સાથે જ સોફ્ટવેયર ટોકનનો પણ ઉપયોગ પણ થઈ શકે છે. ભારે નામ કે શબ્દથી ગભરાવવાની જરૂર નથી, કારણ કે આ પણ એક એપ બેઝ ફીચર જ છે. જે રીતે ઓથેન્ટિકેટરના પાસવર્ડ એક જ વખતમાં એક્સપાયર થઈ જાય છે અને દર વખતે નવો પાસવર્ડ જનરે થાય છે અને થોડીક મિનિટોમાં ખતમ થઈ જાય છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button