ટોપ ન્યૂઝનેશનલ

RBIએ કહ્યું કે કડક પગલાં લેતા પહેલા અમે Paytmને પૂરતો સમય આપ્યો હતો

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકે (RBI) આજે પ્રેસ કોન્ફરન્સમાં પેમેન્ટ બેંક Paytm વિશે જવાબ આપતા જણાવ્યું હતું કે અમે તેમના પર કાર્યવાહી કરતા પહેલા પૂરતો સમય આપ્યો હતો. 31 જાન્યુઆરી 2024 ના રોજ પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ મૂક્યો છે. ખૂબ જ પ્રચલિત એવી આ સેવા 29 ફેબ્રુઆરી પછી બંધ થઈ જશે તેવા સવાલો ઉઠતા હતા. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આજે ​​જણાવ્યું કે પેટીએમ પેમેન્ટ્સ બેંક પરના પ્રતિબંધો નિયમન માટે બનાવેલા ધોરણોનું સતત પાલન ન કરવાનું પરિણામ હતું.

આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથનએ કહ્યું કે પેટીએમ પેમેન્ટ્સ બેંક પર નજર રાખવામાં આવી રહી છે . મીડિયાને સંબોધતા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે પણ કહ્યું કે ઉલ્લંઘનની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કડક કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે RBI સિસ્ટમિક સ્થિરતા, ગ્રાહક હિત અથવા સુરક્ષાના શ્રેષ્ઠ હિતમાં કોઈપણ પગલાં લે છે.


આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે નામ લીધા વિના કહ્યું કે જો તમામ બાબતોનું પાલન કરવામાં આવે તો કેન્દ્રીય બેંક શા માટે નિયમનકારી એન્ટિટી સામે પગલાં લેશે. આ સાથે તેમણે કહ્યું કે Paytm કેસને લઈને વ્યવસ્થાને લઈને કોઈ ચિંતા નથી, અમે માત્ર પેમેન્ટ બેંકની વાત કરી રહ્યા છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પેટીએમનો શેર ફી ઉછળ્યો હતો. કંપનીના ફાઉન્ડરે કર્મચારીઓને ચિંતા ન કરવા અને કોઈની નોકરી નહીં જાય તેવું આશ્વાસન પણ આપ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button