નેશનલ

ગુલાબી નોટને લઈને RBIએ આપ્યું મહત્ત્વનું નિવેદન, આંખો પહોળી થઈ જશે…

મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા શનિવારે 2000 રૂપિયાની નોટને લઈને મહત્ત્વની માહિતી સામે આવી છે. 2000 રૂપિયાની નોટ તો આરબીઆઈ દ્વારા 2023માં જ ચલણમાંથી બહાર કરી દેવામાં આવી હતી, પરંતુ 2 વર્ષ બાદ આજે પણ કરોડો રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટ બજારમાં ફરી રહી છે અને આરબીઆઈ દ્વારા આપવામાં આવેલો આ ડેટા જોઈને તમે પણ ચોંકી ઉઠશો. આવો જોઈએ આરબીઆઈએ આજે પોતાના ડેટામાં શું કહ્યું છે-

આરબીઆઈ દ્વારા આ બાબતે આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે રૂપિયા 2000 98.18 ટકા જેટલી નોટ તો બેંકિગ સિસ્ટમમાં આવી ગઈ છે, પરંતુ હજી પણ લોકો પાસે રૂપિયા 6,471 કરોડના મૂલ્યોની નોટ બજારમાં છે. વધુમાં આરબીઆઈએ એવું પણ જણાવ્યું હતું કે 19મી મે, 2023 સુધી ચલણમાં રહેલી 2,000 રૂપિયાની નોટોનું કુલ મૂલ્ય 3.56 લાખ કરોડ રૂપિયા જેટલું હતું અને આખરે 28મી ફેબ્રુઆરી, 2025ના આ મૂલ્ય ઘટીને 6,471 કરોડ રૂપિયા થઈ ગયું હતું.

આ પણ વાંચો: 2000 રૂપિયા બાદ 200 રૂપિયાની નોટ પર છે RBIની નજર? પાછી ખેંચી 137 કરોડના મૂલ્યની નોટો…

અત્રે ઉલ્લેખનીય છે કે 19મી મે, 2023ના આરબીઆઈ દ્વારા 2000 રૂપિયાની નોટો ચલણી નોટ બજારમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ અત્યાર સુધમાં આરબીઆઈ પાસે 98.18 ટકા જેટલી ગુલાબી નોટ્સ પાછી આવી ગઈ છે, એવું આરબીઆઈએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે. આરબીઆઈ દ્વારા નાગરિકોને નોટ્સ બેંકમાં જમા કરાવવા માટે 7મી ઓક્ટોબર, 2023 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ આજ દિવસ સુધી આ સુવિધા હજી પણ આરબીઆઈની 19 રિજનલ ઓફિસમાં ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: ટૂંક સમયમાં જ 150 રૂપિયાની નવી નોટો બહાર પાડશે RBI…

નવમી ઓક્ટોબર, 2023થી આરબીઆઈની રિજનલ ઓફિસ દ્વારા હજી પણ નાગરિકો અને ઓર્ગેનાઈઝેશન પાસેથી 2000 રૂપિયાની નોટો તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે સ્વીકારી રહી છે. ઉપરાંત, સામાન્ય લોકો દેશના કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી ભારતીય પોસ્ટ દ્વારા 2000 રૂપિયાની બેંક નોટો તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે આરબીઆઈની રિજનલ ઓફિસમાં જમા કરાવી શકાય છે અને આજે પણ 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર તરીકે માન્ય રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button