
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે આજે FY25 માટે જીડીપી વૃદ્ધિના અંદાજને 7.2 ટકાના અગાઉના અનુમાનથી ઘટાડીને 6.6 ટકા કર્યો છે. આ ઉપરાંત શક્તિકાંત દાસે રેપો રેટને લઈને મોટો નિર્ણય લીધો છે. આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટ હજુ પણ 6.50 ટકા પર સ્થિર છે. આ 11મી વખત છે જ્યારે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રિઝર્વ બેંકે છેલ્લે ફેબ્રુઆરી 2023માં વ્યાજ દરમાં ફેરફાર કર્યો હતો. તે વખતે તેને 25 બેસિસ પોઈન્ટ વધારીને 6.50 ટકા કર્યો હતો. ત્યારથી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Also read: રિઝર્વ બેન્કે ધ કપોળ કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કર્યું
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે તેમના કાર્યકાળની છેલ્લી નાણાકીય નીતિની જાહેરાત કરતા કહ્યું કે મોટાભાગના સભ્યોએ નિર્ણય લીધો છે કે રેપો રેટ યથાવત રાખવો જોઈએ. MPCએ નક્કી કર્યું છે કે ફુગાવાને નિયંત્રણમાં લાવવા પર ફોકસ કરવામાં આવશે. તેથી જ રેપો રેટમાં અત્યારે ઘટાડો કરવામાં આવી રહ્યો નથી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે સેન્ટ્રલ બેંકે પોલિસી રેપો રેટ 6.5% પર જાળવી રાખ્યો છે. દાસના મતે, સ્થિર રેપો રેટ વર્તમાન આર્થિક સ્થિતિ પ્રત્યે સાવચેતીભર્યો અભિગમ સૂચવે છે. દાસે તેમના વક્તવ્ય દરમિયાન જણાવ્યું હતું કે નાણાકીય નીતિમાં કાસ્કેડિંગ અસરો હોય છે, સમાજના દરેક વર્ગ માટે ભાવ સ્થિરતા મહત્વપૂર્ણ છે.
Also read: રિઝર્વ બેંકની મોટી કાર્યવાહી!, આ બેંકનું લાયસન્સ કર્યું રદ
નોંધનીય છે કે RBIની MPC મીટિંગ દર બે મહિને યોજાય છે અને રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ સહિત છ સભ્યો ફુગાવા અને અન્ય મુદ્દાઓ અને ફેરફારો વિશે ચર્ચા કરે છે. રેપો રેટનો સીધો સંબંધ બેંક લોન લેનારા ગ્રાહકો સાથે છે. તેના ઘટવાથી લોનનો EMI ઘટે છે અને તેના વધવાને કારણે તે વધે છે. રેપો રેટ એ દર છે કે જેના પર રિઝર્વ બેંક ભંડોળની અછતના કિસ્સામાં વ્યાપારી બેંકોને નાણાં ઉછીના આપે છે. રેપો રેટનો ઉપયોગ મોનેટરી ઓથોરિટી દ્વારા ફુગાવાને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે.