રિઝર્વ બેન્કે ધ કપોળ કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કર્યું
મુંબઈ: રિઝર્વ બેન્કે ધ કપોલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડનું લાઇસન્સ રદ કર્યું છે. આરબીઆઈએ સોમવારે જણાવ્યું હતું કે ધિરાણકર્તા પાસે પર્યાપ્ત મૂડી અને કમાણીની સંભાવના ના હોવાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે.
લાયસન્સ રદ થવાના પરિણામે, સહકારી બૅન્કને બૅન્કિંગનો વ્યવસાય કરવા માટે પ્રતિબંધિત કરવામાં આવી છે, જેમાં અન્ય બાબતોની સાથે, થાપણોની સ્વીકૃતિ અને તાત્કાલિક અસરથી થાપણોની ચુકવણીનો સમાવેશ થાય છે, રિઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું.
સહકાર મંત્રાલયના અતિરિક્ત સચિવ અને સહકારી મંડળીઓના સેન્ટ્રલ રજિસ્ટ્રારને પણ બૅન્કને બંધ કરવા અને બૅન્ક માટે લિક્વિડેટરની નિમણૂક કરવા માટે આદેશ જારી કરવા વિનંતી કરવામાં આવી છે.
લિક્વિડેશન સંદર્ભે, આરબીઆઈએ જણાવ્યું હતું કે દરેક થાપણદાર ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (ડીઆઈસીજીસી) પાસેથી રૂ. પાંચ લાખની નાણાકીય મર્યાદા સુધીની ડિપોઝિટના વીમા દાવાની રકમ પેટે મેળવવા માટે હકદાર રહેશે.
લગભગ ૯૬.૦૯ ટકા થાપણદારો ડીઆઈસીજીસી પાસેથી તેમની થાપણોની સંપૂર્ણ રકમ મેળવવા માટે હકદાર છે. આ અંગે વિગતો આપતા આરબીઆઈએ જણાવ્યું હતું કે બૅન્ક પાસે પર્યાપ્ત મૂડી અને આવકની સંભાવનાઓ નથી અને આ બૅન્કનું ચાલુ રાખવું તેના થાપણદારોના હિત માટે પ્રતિકૂળ છે.
આરબીઆઈએ જણાવ્યું હતું કે, વર્તમાન નાણાકીય સ્થિતિ ધરાવતી બૅન્ક તેના વર્તમાન થાપણદારોને સંપૂર્ણ ચૂકવણી કરવામાં અસમર્થ હશે, ૨૪ જુલાઈ, ૨૦૨૩ સુધીમાં, ડીઆઈસીજીસીએ બૅન્કના સંબંધિત થાપણદારો પાસેથી પ્રાપ્ત ઇચ્છાના આધારે કુલ વીમાકૃત થાપણોના રૂ. ૨૩૦.૧૬ કરોડ ચૂકવી દીધા છે. (પીટીઆઇ)