આમચી મુંબઈનેશનલસ્પેશિયલ ફિચર્સ

FASTagને લઈને RBI આ પગલું લેવાની તૈયારીમાં… જાણી લેશો તો ફાયદામાં રહેશો

વર્તમાન સમયમાં ફાસ્ટેગ (FASTag)એ ખૂબ જ જરૂરી બની ગયું છે અને બસ, કાર અને કમર્શિયલ વેહિકલ પર આ ખાસ ટેગ લગાવવામાં આવે છે, જે આધુનિક સમયની ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે. આ નવી સિસ્ટમમાં જાતે જ ટોલ કલેક્ટ કરવામાં આવે છે અને ટોલ નાકા પર મોટી મોટી વાહનોની લાઈનો નથી જોવા મળતી. હવે આ ફાસ્ટેગને લઈને જ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે, આવો જોઈએ શું છે આ મહત્ત્વના સમાચાર…

વાત જાણે એમ છે કે ટૂંક સમયમાં જ યુપીઆઈ એપ્સ (UPI Apps)માં ઓટોમેટિક બેલેન્સ એડની સુવિધા આપવામાં આવશે અને જે યુઝર્સના યુપીઆઈ લાઈટ વોલેટ (UPI Lite Wallets)માં જમા થશે. જેની મદદથી નાની નાની રકમના ટ્રાન્ઝેક્શન ઝડપી બનશે. આ જ રીતે ઓટોમેટિક રિપ્લેનિશમેન્ટની સુવિધા અન્ય પ્રિપેડ ઈન્સ્ટ્રુમેન્ટ્સ જેમ કે ફાસ્ટેગ (FASTag) અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડમાં પણ મળશે.

વર્તમાન સમયમાં જ્યારે ફાસ્ટેગમાં બેલેન્સ ઓછું થઈ જાય તો તે ટોલ પ્લાઝા પર કામ કરવાનું બંધ કરી દે છે અને આવી પરિસ્થિતિમાં ઘણી વખત યુઝરને ડબલ ટોલ ટેક્સ સુધીનું પેમેન્ટ પણ કરવું પડે છે. ફાસ્ટેગ અકાઉન્ટ હોલ્ડર્સને હાલમાં મેન્યુઅલી રિચાર્જ કરાવવું પડે છે. ઓછું બેલેન્સ હોવાને કારણે ઘણી વખત પેમેન્ટ થઈ શકતું નથી અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો : Fastag KYC: જો આ કામ આજે નહીં કરો તો આવતી કાલથી બે ગણો ટોલ ટેક્સ આપવો પડશે, જાણો સંપૂર્ણ પ્રોસેસ

ફાસ્ટેગમાં બેલેન્સ ના હોવાને કારણે અનેક વખત કાર કે વાહનના માલિકને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અને એને કારણે ટોલ પ્લાઝા પર પણ લાંબી લાંબી વાહનોની લાઈન જોવા મળે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (Reserve Bank Of India)ના ઉપ ગર્વનરે આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે 450 મિલિયન યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાંથી 10 મિલિયન યુપીઆઈ લાઈટના ટ્રાન્ઝેક્શન હોય છે. તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે આગામી દિવસોમાં આ નિર્ણયને કારણે બેંક પર આવતા વધારાના ભારને ઘટાડી શકાશે.

યુપીઆઈ લાઈટ (UPI Lite)ની સુવિધા યુઝર્સને પેમેન્ટ એપમાં જ મળી જશે, જેને કારણે યુઝર્સ કોઈ પણ કોડની મદદ વિના પેમેન્ટ કરી શકશે. આ માટે યુઝર્સે યુપીઆઈ લાઈટનું સેટઅપ કરવું પડશે. યુપીઆઈ લાઈટને પ્રોત્સાહન આપવા માટે આરબીઆઈ દ્વારા અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button