ટોપ ન્યૂઝનેશનલ

આરબીઆઈ આજે જાહેર કરી શકે છે રેપો રેટમા ઘટાડાની જાહેરાત, લોન લેનારાઓને થશે ફાયદો…

મુંબઇ : અમેરિકાના ટેરિફ વોરની અસરો વચ્ચે આજે ભારતના રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠકનો છેલ્લો દિવસ છે. તેથી આરબીઆઈ આજે નવી નાણાકીય નીતિ જાહેર કરશે. આ નીતિની સમીક્ષા 7 એપ્રિલથી શરૂ થઇ. આરબીઆઈની આ જાહેરાત અનેક લોન લેનારા અનેક ગ્રાહકોને રાહત મળી શકે છે.
આ બેઠકના અંતે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા રેપો રેટમાં 0.25 ટકા થી 0.50 ટકા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી શકે છે. જો આરબીઆઈ દ્વારા આ જાહેરાત કરવામાં આવે તો કાર લોન, હોમ લોન અને પર્સનલ લોન સસ્તી થઈ જશે.

થાપણદારોને તેનો લાભ મળવાનો નથી

જોકે, બેંકમાં ડિપોઝિટ રેટમાં કોઈ ફેરફાર થવાની આશા બહુ ઓછી છે. એટલે કે, હોમ લોન લેનારાઓને બેંક તરફથી લાભ મળી શકે છે, પરંતુ થાપણદારોને તેનો લાભ મળવાનો નથી.નિષ્ણાતોના મતે બજાર હાલમાં અસ્થિર સ્થિતિમાં છે, તેથી રિટેલ ઇન્વેસ્ટરમા કેવા પ્રકારના વર્તણૂકીય ફેરફારો થઈ રહ્યા છે તે તાત્કાલિક નહીં લાંબા ગાળે જાણી શકાશે. પરંતુ હાલમાં, ફિક્સ્ડ ડિપોઝિટના દર અને બચત ખાતાના દર વચ્ચે ઘણો તફાવત છે.

ફુગાવાને 2 ટકા થી 6 ટકા વચ્ચે નિયંત્રિત રાખવા મથામણ

આરબીઆઈ નો ફુગાવાને 2 ટકા થી 6 ટકા વચ્ચે નિયંત્રિત રાખવા માંગે છે. આનો અર્થ એ થયો કે હવે આરબીઆઈનું ધ્યાન વૃદ્ધિને વેગ આપવા પર રહેશે. જેમા નાના વ્યવસાયો, સ્ટાર્ટઅપ્સ અને સામાન્ય લોકો માટે આ રાહતના સમાચાર હશે.
હાલ બેંક પર લિક્વિડિટી કવરેજ રેશિયો પર દબાણ હોવાને કારણે અમને ફિક્સ્ડ ડિપોઝિટમાં તાત્કાલિક ઘટાડો થવાની અપેક્ષા નથી. વાસ્તવમાં આરબીઆઈ જે વ્યાજ દરે અન્ય બેંકોને પૈસા આપે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે જ્યારે આરબીઆઈ દ્વારા વ્યાજ દર સસ્તો કરવામાં આવે છે. ત્યારે બેંકો પણ લોનના વ્યાજ દરમાં ઘટાડો કરીને તેમના ગ્રાહકોને લાભ આપે છે.

આ પણ વાંચો: ટ્રેડ વૉર વકરવાની ભીતિઃ વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક,

લિકવિડિટી વધારવા માટે રેપો રેટમાં ઘટાડો જાહેર

બજારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરબીઆઈ દ્વારા સમયાંતરે આ અંગે નિર્ણયો લેવામાં આવ્યા છે. તેનો અર્થ એ કે ફુગાવો બજારમાં પ્રવાહિતાના પ્રવાહ પર વધુ કે ઓછો આધાર રાખે છે. ઘણી વખત આરબીઆઈ દ્વારા ફુગાવો ઘટાડવા માટે પગલાં લેવામાં આવે છે, પરંતુ જ્યારે બજારમાં વસ્તુઓ સામાન્ય હોય છે અથવા ધીમી ગતિએ આગળ વધી રહી હોય છે, ત્યારે લિકવિડિટી વધારવા માટે રેપો રેટમાં ઘટાડો જાહેર કરવામાં આવે છે.

રેપો રેટ 6.50 ટકા છે

ગયા ફેબ્રુઆરીમાં આરબીઆઈએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ રેપો રેટ 6.50 ટકા થી ઘટીને 6.25 ટકા થયો હતો. જૂન 2023 માં આરબીઆઈ દ્વારા રેપો રેટ વધારીને 6.50 ટકા કરવામાં આવ્યો હતો. એટલે કે આ ફેરફાર 5 વર્ષમાં થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button