પાંચ રૂપિયાના સિક્કાને લઈને RBIએ કરી દીધી મહત્ત્વની સ્પષ્ટતા, જાણી લેશો તો ફાયદામાં રહેશો… | મુંબઈ સમાચાર

પાંચ રૂપિયાના સિક્કાને લઈને RBIએ કરી દીધી મહત્ત્વની સ્પષ્ટતા, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

ભારતીય ચલણમાં રહેલાં પાંચ રૂપિયાના સિક્કાને લઈને વચ્ચે એવા અહેવાલો આવ્યા હતા કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પાંચ રૂપિયાના જૂના જાડા સિક્કાનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું છે. આ અહેવાલોને પગલે નાગરિકોમાં એ વાતને લઈને ગભરાટ જોવા મળ્યો હતો કે શું આ સિક્કાઓ ચલણમાંથી બાકાત થઈ જશે? અનેક દુકાનદારો અને ફેરિયાઓ તો આ સિક્કા લેવાની ના પણ પાડવા લાગ્યા હતા, પરંતુ આરબીઆઈ દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે ચલણમાં રહેલાં તમામ પાંચ રૂપિયાના સિક્કા માન્ય ગણાશે અને તે લેવાનો ઈનકાર કરનારાઓ સામે કાયદેસર કાર્યવાહી કરી શકાય છે. ચાલો જોઈએ બીજું શું કહ્યું છે આરબીઆઈએ-

આરબીઆઈ દ્વારા પોતાની ઓફિશિયલ પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે પાંચ રૂપિયાના તમામ ડિઝાઈનના સિક્કા માન્ય અને ચલણમાં છે. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા આ સિક્કા લેવાનો ઈનકાર કરી શકે નહીં. જો કોઈ આવું કરે છે તો તેની સામે કાયદેસર કાર્યવાહી કરી શકાય છે. આરબીઆઈ દ્વારા એ બાબતની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે બજારમાં રહેલાં પાંચ રૂપિયાના તમામ સિક્કાઓ ચલણમાં છે પછી એમનો આકાર અને ડિઝાઈન કે ગમે તે વર્ષમાં આ સિક્કા બનાવવામાં આવ્યા હોય.

હાલમાં જ અનેક લોકો પાસેથી એવી ફરિયાદ આવી રહી હતી કે દુકાનદાર, ઓટો ડ્રાઈવર અને ફેરિયાઓ પાંચ રૂપિયાનો જૂનો જાડો સિક્કો લેવાની ના પાડી રહ્યા હતા. જેને કારણે નાગરિકોમાં એવી અફવા ફેલાઈ હતી કે પાંચ રૂપિયાનો જૂનો સિક્કો ચલણમાંથી બહાર થઈ ગયો છે. આ સ્થિતિ જોઈને આરબીઆઈએ આખરે સ્પષ્ટતા કરવી પડી હતી.

આરબીઆઈ તમામ બેંકો અને ફાઈનાન્સ ઈન્સ્ટિટ્યૂશન્સને આદેશ આપ્યો છે કે તેઓ પાંચ રૂપિયાનો જૂનો સિક્કો લેવાનો ઈનકાર ના કરી શકે. આ સાથે જ જનતાને પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ આ સિક્કાને લઈને કોઈ અફવાઓ કે દાવાઓને વિશ્વાસ ના કરે. આ એક લીગલ ટેન્ડર છે અને કોઈ પણ સિક્કાને અમાન્ય નથી જાહેર કરવામાં આવ્યા.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં પાંચ રૂપિયા અલગ અલગ ડિઝાઈનના સિક્કા ઉપલબ્ધ છે. જેમાં અલગ અલગ પ્રસંગે બહાર પાડવામાં આવેલા સ્મારક સિક્કાનો સમાવેશ પણ થાય છે. ચલણમાં રહેલાં સિક્કાની ડિઝાઈન જૂના સમયથી પણ સરકારે તમામ સિક્કાને માન્યતા આપી છે અને તમામ સિક્કા સ્વીકાર્ય છે.

આ પણ વાંચો -‏‏‎ કેવી હશે 5000 રૂપિયાની નોટ? RBIએ શું કહ્યું જાણી લો એક ક્લિક પર…

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button