
મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)ની મોનેટરી પોલિસી કમીટી(MPC)એ ત્રણ દિવસીય સમીક્ષા બેઠક પૂર્ણ કરી છે. આજે સવારે RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ બાયમંથલી મોનેટરી પોલિસી રજુ કરી છે.
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં 25 bps ઘટાડવાની જાહેરાત કરી છે, હવે રેપો રેટ 5.25 ટકા થયો છે. MPCએ પોલિસી સ્ટાન્સ ‘તટસ્થ’ રાખ્યું છે. રેપો રેટમાં ઘટાડાને કારણેને માધ્યમ વર્ગને રાહત મળશે, લોનના EMI સસ્તા થશે.
MPCએ વાસ્તવિક GDP વૃદ્ધિ દર 7.3% રહેવાનો અંદાજ લગાવ્યો છે, કમીટીએ અગાઉના અંદાજ કરતાં લગભગ અડધા ટકાનો વધારો કર્યો છે. વર્ષના પ્રથમ છ મહિનામાં ફુગાવો 2.2 ટકા રહ્યો અને વૃદ્ધિ દર 8 ટકા રહ્યો હતો.
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે ખરીફ પાકની લણણી સારી રહી છે. રવિ પાકની વાવણીમાં સુધારો થયો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તેજી નોંધાઈ છે, સર્વિસ સેક્ટરમાં સુધારો થયો છે.
RBIની મોનેટરી પોલિસી કમીટીની બેઠક ૩ ડિસેમ્બરથી શરૂ થઇ હતી, આ બેઠક બે દિવસ સુધી ચાલી હતી. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ RBIની સત્તાવાર YouTube ચેનલ, તેના X એકાઉન્ટ અને બેંકની સત્તાવાર વેબસાઇટ પર લાઇવ સ્ટ્રીમ દ્વારા મોનેટરી પોલિસી જાહેરાત કરી હતી.
MPCમાં કુલ છ સભ્યોનો સમાવેશ થયા છે, ત્રણ સભ્યો RBI તરફથી હોય છે અને ત્રણ સરકાર તરફથી હોય છે. RBI ગવર્નર MPCના અધ્યક્ષની જવાબદારી સંભાળે છે.



