આ ચલણી નોટને લઈને RBIએ આપી મહત્ત્વની માહિતી, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
આમ તો જમાનો ડિજિટલ છે, માટો ભાગના લોકો રોકડમાં લેવડદેવડ કરવાને બદલે ઓનલાઈન પેમેન્ટ કરવાનું પસંદ કરે છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે કે જેઓ વર્તમાન સમયમાં પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને બદલે કેશમાં જ લેવડ-દેવડ કરવાનું પસંદ કરે છે. આ બધા વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 500 રૂપિયાની નોટને લઈને મહત્ત્વની માહિતી આપી છે. આ માહિતી જાણી લેશો તો તમે પણ ફાયદામાં રહેશો. આવો જોઈએ શું કહ્યું છે આરબીઆઈએ પોતાની ગાઈડલાઈનમાં-
હાલમાં ભારતીય ચલણમાં 500 રૂપિયાની નોટ જ સૌથી મોટામાં મોટી છે. સમય સમય પર આરબીઆઈ દ્વારા તમામ મહત્વની માહિતી ગાઈડલાઈન સ્વરૂપે આપે છે. છેલ્લાં કેટલાક સમયથી બજારમાં 500 રૂપિયાની જાલી નોટ્સ ખૂબ જ ફરી રહી છે. આ નોટને લઈને અનેક ફરિયાદો પણ આવી રહી છે. લોકોની આ ફરિયાદને કારણે આરબીઆઈ દ્વારા 500 રૂપિયાની નોટને લઈને ગાઈડલાઈન આપવામાં આવી છે.
વર્તમાન સમયમાં આ બનાવટી 500 રૂપિયાની ચલણી નોટ એટીએમ સુધી પહોંચી ગઈ છે. એટીએમ અને બેંકમાં લગાવવામાં આવેલા મોર્ડન ટેક્નોલોજીવાળા મશીન પણ બનાવટી અને અસલી નોટ્સ વચ્ચેનો તફાવત શોધવામાં અસમર્થ છે. આવી પરિસ્થિતિમાં તમે પણ 500 રૂપિયાની બનાવટી નોટ અને અસલી નોટ વચ્ચેનો તફાવત ઓળખી શકો એ ખૂબ જ જરૂરી છે. આ વિશે જ આરબીઆઈ દ્વારા કેટલાક મહત્ત્વના મુદ્દા જણાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો…ચીનમાં હેલ્થ ઈમરજન્સી? સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો
આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન્સમાં જણાવવામાં આવ્યું છે કે 500 રૂપિયાની અસલી નોટ પર દેવનાગરી લિપીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય 500 રૂપિયાની ઓરિજનલ નોટ પર 500નો આંકડો પારદર્શક હોય છે. મહત્ત્વની વાત એટલે 500 રૂપિયાની અસલી નોટ પર ભારત શબ્દ હિંદીમાં લખવામાં આવ્યું છે, જ્યારે નાના અક્ષરે અંગ્રેજીમાં ઈન્ડિયા લખવામાં આવ્યું છે.
છે ને એકદમ મહત્ત્વની માહિતી? તમે પણ આ માહિતી તમારા પરિવારના સભ્યો અને મિત્રો સાથે શેર કરીને તેમને પણ ફ્રોડનો શિકાર થતાં અટકાવજો હં ને?