નેશનલ

RBI કેન્દ્ર સરકારને આપશે રેકોર્ડ બ્રેક ડિવિડંડ, સરકારના અંદાજ કરતા વધુ હશે…

મુંબઈ: નાણાકીય વર્ષ 2024-25 માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી કેન્દ્ર સરકારને મોટું ડિવિડન્ડ મળી શકે છે. કેન્દ્ર સરકારે બજેટમાં 2.2 લાખ કરોડ રૂપિયાના ડિવિડન્ડનો અંદાજ લગાવ્યો હતો. અહેવાલ મુજબ, કેન્દ્ર સરકારને નાણાકીય વર્ષ 2024-25 માટે રિઝર્વ બેંક તરફથી 2.5 લાખ કરોડ રૂપિયાથી વધુ ડિવિડન્ડ મળી શકે છે. ગયા નાણાકીય વર્ષમાં, RBI એ કેન્દ્ર સરકારને ડિવિડન્ડ તરીકે 2.11 લાખ કરોડ રૂપિયા આપ્યા હતા.

જો નાણાકીય વર્ષ 2024-25 માટે RBI દ્વારા સરકારને 2.5 લાખ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ ટ્રાન્સફર કરવામાં આવે છે, તો કેન્દ્ર સરકારને રાહત મળશે કારણ કે તે નાણાકીય વર્ષ 2025-26 ના બજેટ અંદાજ કરતા વધુ હશે. આ રકમ સરકારને રાજકોષીય ખાધ ઘટાડવામાં મદદ કરશે. આ સાથે બેંકિંગ સિસ્ટમમાં રોકડ વધારવા માટે સરકારને મદદ મળશે.

એક અહેવાલમાં જણાવવામાં આવ્યું કે RBI એ રૂપિયાના એક્ષચેન્જ રેટને પ્રોટેક્ટ કરવા માટે મોટી માત્રામાં ડોલર વેચ્યા છે. આ વધેલી લિક્વિડિટીમાંથી મળેલા વ્યાજથી સરકારને નાણાકીય વર્ષ 2024-25 માટે બમ્પર રકમ મળે તેવી શક્યતા છે.

RBI મે મહિનામાં ગમે ત્યારે ડિવિડન્ડ ચુકવણી અથવા તેના સરપ્લસ ફંડને સરકારને ટ્રાન્સફર કરવાની જાહેરાત કરે તેવી શક્યતા છે.

અગાઉ, સરકારને નાણાકીય વર્ષ 2024-25 માં સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝીસ (CPSEs) તરફથી અત્યાર સુધીનો સૌથી વધુ ડિવિડન્ડ મળ્યું હતું. DIPAM દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, સરકારને PSUs તરફથી ડિવિડન્ડ તરીકે રૂ. 74,016 કરોડનું જંગી વળતર મળ્યું છે. અગાઉના નાણાકીય વર્ષમાં PSUs તરફથી સરકારને મળેલા રૂ. 63,749.30 કરોડના ડિવિડન્ડથી 15 ટકાથી વધુનો ઉછાળો થયો છે.

આપણ વાંચો : એક કરતાં વધુ એકાઉન્ટ ધરાવનારાઓ સામે RBIની કાર્યવાહી, રૂ. 10,000નો દંડ ફટકારાશે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button