1,2,5,10 અને 20 રૂપિયાના સિક્કાને લઈને RBIએ આપી મહત્ત્વની માહિતી, કહ્યું તમામ સિક્કાઓ…

આપણે લોકો આપણા રોજબરોજના જીવનમાં એક રૂપિયા, બે રૂપિયા, પાંચ રૂપિયા, 10 રૂપિયા કે વીસ રૂપિયાના સિક્કાનો લેવડ દેવડમાં ઉપયોગ કરતાં હોઈએ છીએ ઘણી વખત તો આપણને કોઈ વેપારી, ફેરિયો કે રિક્ષાચાલક સિક્કાની અલગ ડિઝાઈનને કારણે તે લેવાનો ઈનકાર કરે એવો અનુભવ પણ થયો હશે. હવે કેન્દ્રિય બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ((RBI) દ્વારા મહત્ત્વની માહિતી આપવામાં આવે છે. આ માહિતી જાણી લેશો તો તમારા માટે ફાયદાનો સાબિત થશે…
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નાગરિકોને રૂપિયા 1,2,5, 10 અને 20ના સિક્કાને લઈને ફેલાવવામાં આવતી ભ્રામક માન્યતાઓ પર વિશ્વાસ નહીં કરવાની અપીલ કરી છે. આરબીઆઈ દ્વારા એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવા દાવા તદ્દન પાયાવિહોણા છે. ઉપર જણાવવામાં આવેલા તમામ સિક્કાઓ ચલણમાં માન્ય છે.
આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એવું પણ બની શકે કે એક જ મુલ્યના સિક્કાની ડિઝાઈન અલગ અલગ હોઈ શકે છે. પરંતુ એનો અર્થ એ નથી કે આ સિક્કાઓ બનાવટી છે કે ચલણમાં માન્ય નથી. આ તમામ સિક્કાો વિવિધ પ્રસંગ પર કોઈની યાદમાં બહાર પાડવામાં આવ્યા છે તેથી નાગરિકાઓ મૂંઝાવવાની બિલકુલ જરૂર નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલાં 10 રૂપિયાના સિક્કાને લઈને પણ લોકોમાં એવી માન્યતા પ્રવર્તી રહી હતી કે ફલાણી ફલાણી ડિઝાઈનવાળો સિક્કો જ ચલણમાં માન્ય છે. પરંતુ આરબીઆઈ દ્વારા એ સમયે પણ જણાવવામાં આવ્યું હતું કે 10 રૂપિયાના 14-14 અલગ અલગ ડિઝાઈનવાળા સિક્કાઓ ચલણમાં માન્ય છે અને કોઈ પણ વ્યક્તિ આ ચલણી સિક્કાઓ ખરીદવાનો ઈન્કાર કરી શકે નહીં.
જો કોઈ વ્યક્તિ ચલણી નોટ સ્વીકારવાની ના પાડે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય છે. આ સિવાય જો તમારી પાસે સિક્કાઓ વધી જાય તો તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી તમે આ સિક્કા તમારી નજીકની બેંકમાં જઈને જમા કરાવી શકો છો. ભારતીય ચલણી સિક્કાનું મૂલ્ય અને માન્યતા સમાન છે. સમય પ્રમાણે આ સિક્કાના કદ, ડિઝાઈન કે ચમકમાં થોડો ઘણો ફેરફાર જોવા મળી શકે છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…
આ પણ વાંચો…લોનધારકો માટે ખુશ ખબર, RBIએ રેપો રેટમાં આટલો ઘટાડો કર્યો!



