નેશનલ

Cyber Fraud રોકવા RBI નો મોટો નિર્ણય, બેંકો માટે શરૂ કરશે આ સુવિધા

મુંબઇ: દેશમાં સાયબર ફ્રોડના(Cyber Fraud)સતત વધી રહેલા કિસ્સાઓને અટકાવવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંગે બેંકની મોનેટરી પોલિસીની બેઠકમાં ગવર્નર સંજય મલ્હોત્રાએ બેંકો માટે એક અલગ ઇન્ટરનેટ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી હતી. આરબીઆઇએ બેંકો માટે બેંક.ઇન વિશિષ્ટ ઇન્ટરનેટ ડોમેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

આ ડોમેનની નોંધણી પ્રક્રિયા એપ્રિલ- 2025 થી શરૂ થશે

આરબીઆઇનો બેંકો માટે અલગ ઇન્ટરનેટ શરૂ કરવાનો ઉદ્દેશ્ય સાયબર છેતરપિંડી અને ફિશિંગ જેવી પ્રવૃત્તિઓ ઘટાડવાની સાથે નાણાકીય સેવાઓને સુરક્ષા પૂરી પાડવાનો છે. જેથી વધુને વધુ લોકો ડિજિટલ બેંકિંગ અને ચુકવણી સેવાઓ સાથે જોડાય અને ગ્રાહકોનો બેંકો પર વિશ્વાસ વધે. આ દિશામાં ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઇન બેંકિંગ ટેકનોલોજી ખાસ રજિસ્ટ્રાર તરીકે કાર્ય કરશે. આ ડોમેનની નોંધણી પ્રક્રિયા એપ્રિલ- 2025 થી શરૂ થશે. બેંકો માટે વિગતવાર માર્ગદર્શિકા અલગથી જાહેર કરવામાં આવશે. આ ભવિષ્યમાં નાણાકીય ક્ષેત્રની અન્ય નોન-બેંકિંગ સંસ્થાઓ માટે ફિન.ઇન નામનું એક અલગ ડોમેન બનાવવાની યોજના છે.

Also read: સાયબર ફ્રોડ કરનારી ટોળકીનો સભ્ય રાજસ્થાનમાં પકડાયો

ડિજિટલ સુરક્ષાને પ્રોત્સાહન આપવા આવશે

ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંક બેંકિંગ અને ચુકવણી પ્રણાલીઓમાં ડિજિટલ સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લઈ રહી છે. જેમાં ઘરેલુ ડિજિટલ ચુકવણી માટે એડિશનલ ફેક્ટર ઓફ ઓથેન્ટિકેશન(AFA)આ પગલાંમાંથી એક છે.
ઓફશોર વેપારીઓને કરવામાં આવતા ઓનલાઈન આંતરરાષ્ટ્રીય ડિજિટલ ચુકવણીઓ સુધી પ્રમાણીકરણના વધારાના પરિબળનો વિસ્તાર કરવાનો પ્રસ્તાવ છે. આરબીઆઇએ એમ પણ કહ્યું કે બેંકો અને NBFC એ સાયબર જોખમો ઘટાડવા માટે પગલાં સુધારવાનું ચાલુ રાખવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button