2000 Rupees ની આટલા ટકા નોટો પરત આવી, હવે માત્ર આટલી જ નોટો બાકી
નવી દિલ્હી : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (RBI)એ રૂપિયા 2000ની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની 19 મે 2023ના રોજ જાહેરાત કરી હતી. હાલ પણ આ નોટો પરત લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ભારતીય રિઝર્વ બેંકે તેને લગતી માહિતી જાહેર કરી છે. આરબીઆઈએ 2000 રૂપિયાના સર્ક્યુલેશન અને પરત ફરવા અંગે 02 સપ્ટેમ્બર 2024ના રોજ છેલ્લી પ્રેસ રિલીઝ જાહેર કરી હતી અને હવે તેમાં એક નવું અપડેટ આપવામાં આવ્યું છે.
2000 રૂપિયાની નોટોની કુલ સંખ્યા 3.56 લાખ કરોડ હતી.
હવે તાજેતરના ડેટા અનુસાર RBIએ માહિતી આપી છે કે 2000 રૂપિયાની 98 ટકા નોટ પરત આવી છે. આ સાથે RBIએ કહ્યું કે હવે લોકો પાસે માત્ર 7117 કરોડ રૂપિયાની કુલ નોટો જ બચી છે. 2000 રૂપિયાની નોટોની કુલ સંખ્યા 3.56 લાખ કરોડ રૂપિયા હતી અને આ આંકડો 19 મે 2023 સુધી હતો. આમાં આરબીઆઈએ કહ્યું છે કે જો લોકો પાસે 2000 રૂપિયાની નોટ બાકી છે, તો તેમની પાસે આરબીઆઈના અધિકૃત કેન્દ્રો અને અન્ય માધ્યમો દ્વારા રિઝર્વ બેંકને પરત કરવાની તક છે. આરબીઆઈની ઈશ્યુ ઓફિસમાં આવવાની જરૂર નથી.
2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે
જો કે, આરબીઆઈ સમયાંતરે પુનરોચ્ચાર કરે છે કે રૂપિયા 2000 ની નોટ કાનૂની ટેન્ડર રહેશે અને તેનો અર્થ એ છે કે આ નોટો માત્ર ચલણમાંથી બહાર કાઢવામાં આવી છે. તેમની કાનૂની માન્યતા છે. લોકો પાસે ઈન્ડિયા પોસ્ટ દ્વારા RBIની નોટો પરત કરવાનો વિકલ્પ પણ છે અને હજુ પણ વ્યક્તિઓ અથવા સંસ્થાઓ પાસેથી રૂપિયા 2000ની નોટો સ્વીકારવામાં આવી રહી છે.