નેશનલ

RAW & NIAના પૂર્વ પ્રમુખોને આપી Z કેગેટરીની સુરક્ષા, જાણો શા માટે?

નવી દિલ્હીઃ ખાલિસ્તાની આતંકવાદીઓની સામેના સંભવિત જોખમોને કારણે રો (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ-RAW)ના પૂર્વ પ્રમુખ અને એનઆઈએ (NIA’s Chief)ના પ્રમુખને આપવામાં આવી ઝેડ કેટેગરી (Z Class Category)ની સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ખાલિસ્તાની સંગઠનોને નિયંત્રણમાં રાખવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવનારા ભારતના ગુપ્તચર વિભાગના ટોચના અધિકારીઓની સુરક્ષામાં વધારો કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીને મળતા ઈન્પુટથી જાણવા મળ્યું હતું કે અમુક અધિકારીઓને ખાલિસ્તાની ગ્રૂપથી જોખમ તોળાય રહ્યું છે.

વધતા જોખમોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રોના પૂર્વ પ્રમુખ સામંત ગોયલ અને એનઆઈએના પૂર્વ પ્રમુખ દિનકર ગુપ્તાને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. હવે આ બંને પૂર્વ અધિકારીઓને સીઆરપીએફની સુરક્ષા આપવામાં આવશે, જે થોડા અઠવાડિયા પહેલા નિવૃત્ત થયા હતા.

આ પણ વાંચો : Supreme Court on ED: ‘…તો ED આરોપીની ધરપકડ કરી શકે નહીં’, સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ખાલિસ્તાની સમર્થક સંગઠન દ્વારા અગાઉથી કેનેડા, બ્રિટનના વિભિન્ન ભારતીય અધિકારીઓની ધમકી આપવામાં આવતી રહી છે તેમ જ હિંસક વિરોધ પ્રદર્શન અને સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરમાં ધમકાવવામાં આવે છે, જ્યારે આ બંને અધિકારીઓએ પણ સંવેદનશીલ હોદ્દા પર પણ અગાઉ કામ કરી ચૂક્યા છે.

ખાલિસ્તાનના આતંકવાદી વિવિધ જૂથની સામે કેન્દ્રીય એજન્સી દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં પણ એનઆઈએ પણ તપાસ કરી રહી છે. ખાલિસ્તાની નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કથિત પ્રયાસમાં રોના પૂર્વ પ્રમુખનું નામ પણ આંતરરાષ્ટ્રીય મીડિયા પર નામ લેવાયું હતું.

અહીં એ જણાવવાનું કે ઝેડ કેટેગરીની સુરક્ષામાં 22 જવાનને તહેનાત કરવામાં આવે છે, જેમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી)ના ચારથી પાંચ કમાન્ડોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સિક્યોરિટીમાં એક એસ્કોર્ટનો પણ સમાવેશ થાય છે. કમાન્ડોઝ પાસે મશીનગન અને આધુનિક સાધનો પણ આપવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button