Ratan Tataએ જ્યારે વડા પ્રધાન સાથે વહોરી લીધી હતી દુશ્મની પછી શું થયું, જાણો?
મુંબઈ: દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાનું ગઈકાલે રાત્રે આવસાન થયું. લોકો રતન ટાટાને લગતા ઘણા કિસ્સાઓ યાદ કરી રહ્યા છે. પૂર્વ વડા પ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંહ (VP Sibgh) સાથે જોડાયેલો રતન ટાટાનો કિસ્સો ખુબ જાણીતો છે, રતન ટાટા વીપી સિંહ વિરુદ્ધ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી.
રતન ટાટાએ એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે વીપી સિંહ સાથે જોડાયેલી ઘટનાનો વિગતવાર ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે મને એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઈન્સનો ચેરમેન બનાવવામાં આવ્યો હતો. હું ત્રણ વર્ષથી એક જ પોસ્ટ પર હતો, પરંતુ તે સમયે સ્થિતિ સારી રીતે ચાલી રહી ન હતી, એ વર્ષ સમસ્યાઓથી ભરેલું હતું.
તે સમયે વડાપ્રધાન વીપી સિંહની સરકાર હતી. જેઆરડી ટાટાએ તેમને પત્ર લખ્યો હતો. પત્રમાં, તેમણે Tata-Zug પર વિદેશી ફંડના કાયદાના ઉલ્લંઘનના લાગેલા આરોપો પર તેમના વિચારો વ્યક્ત કર્યા. ઈન્ટરવ્યુમાં રતન ટાટાએ જણાવ્યું હતું કે આ મુદ્દો ક્યારેય સાબિત થઈ શકે તેમ નથી. તપાસમાં તેમને એવું કંઈ મળ્યું નથી જે અમારા પરના આરોપોને સાબિત કરી શકે.
રતન ટાટા વીપી સિંહથી નારાજ હતા, મામલો એવા સ્થિતિ સુધી પહોંચી ગયો હતો કે રતન ટાટા પોતાના પદ પરથી રાજીનામું આપવાના હતા. જોકે રાજીવ ગાંધીના આગ્રાહને કારણે તેમણે પોતાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો. રાજીવ ગાંધીએ તેમને સમજાવ્યા ત્યારે જ રતન ટાટા સંમત થયા.
રતન ટાટાએ તેમના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ મુદ્દો ટાટાને બદલે ભારતીય હોટલોને લાગતો છે. રતન ટાટાએ પોતે કહ્યું કે તે સમયે મારી તત્કાલીન વડાપ્રધાન વીપી સિંહ સાથે દુશ્મની વહોરી લીધી હતી.
Also Read –