ટોપ ન્યૂઝનેશનલસ્પેશિયલ ફિચર્સ

જ્યારે Ratan Tataએ કહ્યું કે જોઈએ તો આખી Taj Hotel ઉડાવી દો પણ…

મુંબઈ: બુધવારે મોડી રાત્રે જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata) અંતિમ શ્વાસ લીધા અને આજે સાંજે એમનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો. રતન ટાટાના નિધન બાદથી જ દયાળુ અને પરોપકારી સ્વભાવને સાંભરી રહ્યા છે. પરંતુ 2008માં જ્યારે મુંબઈ પર આતંકવાદી હુમલો થાય ત્યારે આંતકવાદ સામે બાથ ભીડવાની અને હાર નહીં માનવાની રતન ટાટાની હિંમત જોઈને લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. આતંકવાદીઓ જ્યારે તાજ હોટેલમાં રોકાયેલા મહેમાનો અને હોટલના કર્મચારીઓને ટાર્ગેટ બનાવી રહ્યા હતા અને હોટેલમાં વિસ્ફોટના સમાચાર સમગ્ર વિશ્વમાં હેડલાઇન્સ બનાવી રહ્યા હતા. આ સમયે રતન ટાટાએ લીડરશિપનું એક આગવું ઉદાહરણ રજૂ કર્યું હતું અને જે વર્ષો બાદ પણ આજે લોકોના સંસ્મરણોમાં છે. આવો જોઈએ શું છે આ કિસ્સો…

જોઈએ તો આખી તાજ હોટેલ બોમ્બથી ઉડાવી દો પણ…
26મી નવેમ્બર, 2008માં, 10 પાકિસ્તાની આતંકવાદીઓ દરિયાઈ માર્ગે દક્ષિણ મુંબઈમાં પ્રવેશ્યા હતા અને તાજ હોટેલ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સહિત શહેરના અનેક મહત્વના સ્થળ પર હુમલો કરીને અરાજકતાનું વાતાવરણ સર્જ્યું હતું. રતન ટાટા એ સમયે 70 વર્ષના હતા અને ફાયરિંગ સમયે તેઓ તાજ હોટલના કોલાબા છેડે ઉભેલા જોવા મળ્યા હતા.
એક ઈન્ટરવ્યુમાં રતન ટાટાએ કહ્યું કે કોઈએ તેમને ફોન કરીને જાણ કરી કે હોટલની અંદર ગોળીબાર થઈ રહ્યો છે, ત્યારબાદ તેમણે તાજ હોટલના સ્ટાફને ફોન કર્યો, પરંતુ કોઈએ તેમનો ફોન રિસીવ ન કર્યો. એક ઈન્ટરવ્યુમાં રતન ટાટાએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે હું કાર લઈને તાજ હોટલ જવા નીકળ્યા હતો પણ અંદર ફાયરિંગ થઈ રહી હતી એટલે મને અંદર જવા ના દીધો. આ સમયે મેં સુરક્ષાકર્મીઓને કહ્યું હતું કે, જોઈએ તો બોમ્બથી આખી હોટેલ ઉડાવી દો પરંતુ એક પણ આતંકવાદીને જીવતો ન બચવો જોઈએ…

કર્મચારીઓને આપ્યો આજીવન પગાર
વાત કરીએ 2008ના કિસ્સાની તો 26મી નવેમ્બરના મુંબઈ પણ થયેલા આતંકવાદી હુમલા દરમિયાન ટાટા ગ્રુપની લક્ઝરી હોટેલ તાજમહેલ હોટેલ પર પણ હુમલો થયો હતો. આ હુમલામાં માર્યા ગયેલા કુલ 166 લોકોમાંથી 33 લોકોના મૃત્યુ તો તાજ હોટલમાં જ થયા હતા અને આ 33માંથી પણ 11 તો હોટલના કર્મચારીઓ હતા.

આ ત્રાસવાદી હુમલા બાદ રતન ટાટાએ હુમલામાં માર્યા ગયેલા તમામ કર્મચારીઓના પરિવારજનોની સંભાળ લેવાનું નક્કી કર્યું અને જીવનભર આ કર્મચારીઓના પરિવારજનોને પૂરો પગાર ચૂકવવાનો નિર્ણય કર્યો હતો.
મીડિયા અહેવાલોમાં કરવામાં આવેલા દાવા અનુસાર રતન ટાટાએ તાજ હોટલના સમારકામ અને પુનઃનિર્માણ માટે એક અબજ ડોલરથી વધુની ખર્ચ કર્યો હતો અને હોટેલની રોનક પાછી આપી હતી.

આ હુમલામાં જીવ ગુમાવનારા કર્મચારીઓના પરિવારજનોને આજીવન પગાર આપવામાં આવ્યો છે. રતન ટાટાએ તાજ પબ્લિક સર્વિસ વેલ્ફેર ટ્રસ્ટની પણ સ્થાપના કરી હતી અને આ ટ્રસ્ટ દ્વારા મુંબઈ હુમલા દરમિયાન તાજ હોટલમાં જીવ ગુમાવનારા કર્મચારીઓના પરિવારોની સંભાળ રાખવામાં આવી હતી.

રસ્તા પરના ફેરિયાની ઈજાગ્રસ્ત દિકરીની સારવાર માટે આપ્યા લાખો રૂપિયા
બીજા એક અહેવાલમાં આપવામાં આવેલી માહિતી અનુસાર તાજની બહાર ઉભેલા એક વૃદ્ધ રસ્તા પરના ફેરિયાની ચાર વર્ષની પુત્રી પણ હુમલામાં ઘાયલ થઈ છે અને તેની આર્થિક સ્થિતિ એટલી સારી ન હતી કે દીકરીની સારવાર કરાવી શકે, જ્યારે આ વાતની જાણ રતન ટાટાને થઈ ત્યારે તરત જ તેમણે આ બાળકીની સારવાર માટે લાખો રૂપિયાની મદદ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button