કઈ રીતે થશે Ratan Tataની 7900 કરોડ રૂપિયાની પ્રોપર્ટીની વહેંચણી, આ ચાર લોકો પર છે જવાબદારી…

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનનું દુઃખ હજી ધીરે ધીરે ઓસરી રહ્યું છે ત્યારે અમુક લોકોને એ સવાલ પણ સતાવી રહ્યો હશે કે ભાઈ રતન ટાટાનો વારસો આખરે કોને મળશે, કઈ રીતે તેમની પ્રોપર્ટીની વહેંચણી કરવામાં આવશે, આ બધું કોણ જોશે તો ચાલો આજે તમને એ વિશે પણ જણાવીએ-
દિવંગત ઉદ્યોગપતિ રતન ટાટાએ લગ્ન નહોતા કર્યા એટલે એમનો વારસદાર કઈ નથી અને એટલે જ તેમની પ્રોપર્ટીની વહેંચણી કઈ રીતે અને કોને કોને આપવામાં આવશે એની ચર્ચા ચાલી રહી છે. તમારી જાણ માટે ટાટા ટ્રસ્ટી કમાન સાવકા ભાઈ નોએલ ટાટાને સોંપવામાં આવી છે. પરંતુ તેમની 7900 કરોડ રૂપિયાની પ્રોપર્ટીની વહેંચણી કઈ રીતે કરવામાં આવશે, એના પરથી પણ ટૂંક સમયમાં જ પડદો ઉઠવા જઈ રહ્યો છે.
મળી રહેલી માહિતી પ્રમાણે ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાએ એક વિલ બનાવ્યું છે અને તેમની આ પ્રોપર્ટીની સંભાળ રાખવાની, વિલની બરાબર અમલબજાવણી થાય છે કે નહીં તેનું ધ્યાન રાખવાની જવાબદારી પણ ચાર ખાસ લોકોને સોંપવામાં આવી છે. આ ચાર લોકો કોણ છે એવો સવાલ થઈ રહ્યો છે તો તમારી જાણ માટે કે આ ચાર લોકોમાં રતન ટાટાના નજીકના મિત્ર અને વ્યવસાયે વકીલ ડેરિયસ ખંબાટા અને સહયોગી મેહલી મિસ્ત્રીને સોંપી છે. આ સિવાય તેમણે તેમની સાવકી બહેનો શિરીન અને ડાયના જીજીભોયને પણ આ બાબતની જવાબદારી સોંપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશના સૌથી મોટા બિઝનેસ હાઉસમાં એક એવા ટાટા ગ્રુપનું 66 ટકા હોલ્ડિંગ ટાટા ટ્રસ્ટના હાથમાં છે.
આ પણ વાંચો :રતન ટાટાનું નામ અપાશે મહારાષ્ટ્રની આ યુનિર્સિટીને…
અહીંયા તમારી જાણ માટે કે રતન ટાટાના મિત્ર અને વકીલ ખંબાટાએ જ રતન ટાટાને તેમની વસિયત બનાવવામાં મદદ કરી હતી. હવે રતન ટાટાના આ વિલની બરાબર અમલબજાવણી થાય એ જોવાની જવાબદારી પણ ચાર ખાસ જણને સોંપવામાં આવી છે જેમાં રતન ટાટાની બે સાવકી બહેનો, વકીલ (મિત્ર) અને સહયોગીનો સમાવેશ થાય છે.