નેશનલ

કરોડોના ટર્નઓવરની કંપનીના માલિક Ratan Tataની નેટવર્થ કેટલી છે? આંકડો જાણીને ચોંકી ઉઠશો

આજના સમયમાં તમને ભાગ્યે જ કોઈ એવું મળશે કે જે દેશના સૌથી જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાને ના ઓળખતા હોય. રતન ટાટાની સાદગી અને સરળતાના અનેક કિસ્સાઓ ખૂબ જ પ્રચલિત છે. ટાટા ગ્રુપની સફળતા અને મૂડી વિશે તો બધા જ જાણે છે પરંતુ શું તમને ખબર છે કે લાખો કરોડોનો બિઝનેસ હેન્ડલ કરનારા રતન ટાટાની કેટલી સંપત્તિના માલિક છે? ચાલો તમને જણાવીએ…

ટાટા ગ્રુપની વિશાળતાનો અંદાજ એ પરથી જ લગાવી શકાય છે કે આજે આ ગ્રુપ હેઠળની એક બે નહીં પણ પૂરી 29 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. જો આ તમામ 29 કંપનીઓના કુલ માર્કેટ કેપની વાત કરીએ તો 20મી ઓગસ્ટ, 2024 સુધીમાં એ આશરે 403 બિલિયન ડોલર (અંદાજિત રૂ. 33.7 લાખ કરોડ) હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ પણ વાંચો :એર ઇન્ડિયા, એરઇન્ડિયા એક્સપ્રેસ અને વિસ્તારાએ કરી રતન ટાટાની યાદમાં જાહેરાત

વાત કરીએ રતન ટાટાની નેટવર્થની IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022માં આપવામાં આવેલી માહિતી અનુસાર રતન ટાટાની કુલ નેટવર્થ માત્ર 3,800 કરોડ રૂપિયા છે અને એમાં પણ 2021માં તો તેમની કુલ સંપત્તિ માત્ર 3,500 કરોડ રૂપિયા હતી. આમ ટાટા ગ્રુપની સંપત્તિની સામે રતન ટાટાની કુલ નેટવર્થ 0.50 ટકા પણ નથી.

ટાટા ગ્રુપના માર્કેટ કેપની સામે રતન ટાટાની સંપત્તિ કંઈ નથી. હવે સ્વાભાવિક છે કે તમને એવો સવાલ થશે કે જો રતન ટાટાની કુલ સંપત્તિ 3,800 કરોડ રૂપિયા છે તો પછી તેમની કંપનીની આવક જાય છે ક્યાં? તો તમારી જાણ માટે કે ટાટા ગ્રુપની તમામ કંપનીઓ ટાટા ટ્રસ્ટ હેઠળ આવે છે અને તેની હોલ્ડિંગ કંપની ટાટા સન્સ છે. તમારી જાણ માટે કે રતન ટાટાની તમામ કંપનીઓની કુલ આવકના 66 ટકા સખાવતી કાર્યોમાં ખર્ચ કરવામાં આવે છે.

Back to top button
મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker