ટોપ ન્યૂઝનેશનલ

ઉદ્યોગપતિ રતન ટાટાને વરલી સ્મશાનગૃહ ખાતે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર અપાયું

રાજકીય સન્માન સાથે રતન ટાટાના અંતિમ સંસ્કાર, અમિત શાહ સહિત અનેક લોકો હાજર

મુંબઈ: ઉદ્યોગ જગતના દિગ્ગજ નેતા રતન ટાટાને ગુરુવારે સાંજે અંતિમ સંસ્કાર માટે વરલીના સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યા બાદ મુંબઈ પોલીસ દ્વારા તેમને ઔપચારિક ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, તેમના નાયબ દેવેન્દ્ર ફડણવીસ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ મધ્ય મુંબઈના સ્મશાન ગૃહમાં હાજર હતા.

રતન ટાટાજીના દુ:ખદ અવસાન પર શોક કરવા માટે લાખો ભારતીયો સાથે જોડાયા છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીવતી પુષ્પાંજલિ પણ અર્પણ કરી છે, એમ કેન્દ્રીય પ્રધાન અમિત શાહે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું.

અમિત શાહે કહ્યું કે ટાટા (86)ને હંમેશા દેશભક્તિ અને અખંડિતતાની દીવાદાંડી તરીકે યાદ કરવામાં આવશે.
વિશ્ર્વભરમાં આદરણીય ઉદ્યોગપતિ તરીકે તેઓ ટાટા જૂથને વૈશ્ર્વિક પ્રસિદ્ધિ તરફ લઈ ગયા હતા. તેમનું જીવન અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા ભારતના ઔદ્યોગિક આકાશમાં ધ્રુવના તારા જેમ છે, એમ કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું.

તેમણે સ્વચ્છ કોર્પોરેટ ગવર્નન્સ સાથે ટાટા ગ્રુપનું નેતૃત્વ કર્યું, નિયમોનું પાલન કર્યું અને ટાટા ટ્રસ્ટ દ્વારા વધુ સારા સમાજના નિર્માણ માટે પ્રયત્નો કર્યા હતા, એમ શાહે જણાવ્યું હતું. ભાજપના વરિષ્ઠ નેતાએ ઉમેર્યું હતું કે, ‘રતન ટાટાજીનો વારસો દેશના ઔદ્યોગિક ક્ષેત્રને આવનારા લાંબા સમય સુધી માર્ગદર્શન આપતો રહેશે.’

આ પણ વાંચો : Ratan Tata Special 4: રતન ટાટાના આ ખાસ મિત્ર વિશે જાણો છો? 55 વર્ષ નાના આ ફ્રેન્ડ સાથે ખાસ બોન્ડ શેર કરતાં હતા…

ટાટાના પાર્થિવ દેહને દક્ષિણ મુંબઈમાં નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ (એનસીપીએ) ખાતે સવારે 10.30 થી બપોરે 3.55 વાગ્યા સુધી લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે રાખવામાં આવ્યા હતા. બાદમાં તેમને અંતિમ સંસ્કાર માટે સ્મશાન ગૃહમાં લઈ જવામાં આવ્યા હતા. ટાટા જૂથને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ સમૂહમાં પરિવર્તિત કરવાનું શ્રેય મેળવનારા ટાટાનું બુધવારે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું હતું.

રાજકીય સન્માન સાથે રતન ટાટાના અંતિમ સંસ્કાર, અમિત શાહ સહિત અનેક લોકો હાજર
વિશ્વ વિખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાના અંતિમ સંસ્કાર ગુરુવારે સાંજે મધ્ય મુંબઈના સ્મશાન ગૃહમાં સંપૂર્ણ શાસકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મુંબઈ પોલીસે તેમને ગાર્ડ ઓફ ઓનર અને શ્રદ્ધાંજલિ આપવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટા અને તેમના પરિવારના અન્ય સભ્યો અને ટાટા જૂથના લોકો વર્લીના સ્મશાન ગૃહમાં હાજર હતા. જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, કોંગ્રેસના નેતા સુશીલ કુમાર શિંદે સહિત ઘણા લોકો ત્યાં હાજર હતા. તમને જણાવી દઈએ કે રતન ટાટાના અંતિમ સંસ્કાર પારસી પરંપરા અનુસાર કરવામાં આવ્યા હતા. એક ધાર્મિક નેતાએ જણાવ્યું કે રતન ટાટાના અંતિમ સંસ્કાર બાદ દક્ષિણ મુંબઈના કોલાબામાં તેમના બંગલામાં ત્રણ દિવસ સુધી ધાર્મિક વિધિઓ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે પદ્મ વિભૂષણથી સન્માનિત રતન ટાટાનું બુધવારે રાત્રે 86 વર્ષની વયે હોસ્પિટલમાં નિધન થયું હતું.

Back to top button
અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker