નેશનલરાશિફળ

આજનું રાશિફળ (01-03-25): આજથી શરૂ થયેલા માર્ચ મહિનાનો પહેલો દિવસ આ બે રાશિઓ માટે રહેશે શુભ, જાણી લો શું છે બાકીની રાશિના હાલ…

A special coincidence is happening on Kartik Purnima, these zodiac signs will be rich

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહથી ભરપૂર રહેશે. તમે તમારા મિત્રો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં પણ ભાગ લઈ શકો છો. તમે તમારા કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકશો. તમારા કોઈ મિત્ર કોઈ વાતને લઈને તમારાથી ગુસ્સે થઈ શકે છે. તમારે તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. પ્રેમ અને સહયોગની લાગણી તમારા મનમાં રહેશે. તમે તમારા ઘરના જરૂરી કામ સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો.

Budhaditya Rajyoga has taken place today

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ તાણથી ભરપૂર રહેશે. આજે તમે પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો એનો પણ ઉકેલ આવી રહ્યો છે. તમે તમારા પિતા સાથે કોઈ સમસ્યા વિશે વાત કરી શકો છો. તમે પરિવારના સભ્યો સાથે બેસશો અને કેટલીક જૂની યાદો તાજી કરશો. તમારા ઘરે કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે. પ્રેમ જીવન જીવતા લોકો તેમના જીવનસાથીનો પરિચય તેમના પરિવારના સભ્યો સાથે કરાવી શકે છે.

For the next 24 days, the four zodiac signs will gather money with both hands, the Golden Period has begun...

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રોપર્ટીની બાબતમાં આગળ વધવાનો રહેશે. તમને કોઈ કિંમતી વસ્તુ મળી શકે છે. તમે બિનજરૂરી વસ્તુઓ પર વધુ પડતો ખર્ચ કરશો, જેના કારણે તમને પાછળથી પૈસાની અછતનો સામનો કરવો પડી શકે છે. તમારા માન-સન્માનમાં વધારો થતાં તમે ખુશ થશો. અણધાર્યા લાભ મળવાથી તમે ખુશ થશો. તમારા સાસરિયા પક્ષમાંથી કોઈ તમને મળવા આવી શકે છે. તમને કેટલાક નવા લોકો સાથે હળવું-મળવાની તક મળશે.

Rahu and Venus will make people of this zodiac sign very happy, they will get the support of luck, there will be financial gains...

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સમસ્યાઓથી ભરપૂર રહેશે. તમારે આજે તમારા પરિવારને કંઈપણ કહેતા પહેલા કાળજીપૂર્વક વિચાર કરવો પડશે. તમે વિચિત્ર કામોમાં વ્યસ્ત રહેશો. તમારા કેટલાક નવા વિરોધીઓ ઉભરી શકે છે. માતા-પિતાના આશીર્વાદથી કેટલાક અટકેલા કામ પૂર્ણ થશે. તમારા હૃદયને બદલે તમારા મનનું સાંભળવું તમારા માટે સારું રહેશે. કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લેશે. આજે તમારી વિશ્વસનીયતામાં વૃદ્ધિ થશે.

After 5251 years, a special yoga will happen tomorrow, Achhe Din will begin for the people of this zodiac sign...

સિંહ રાશિના સમાજસેવા સાથે સંકળાયેલા લોકો માટે દિવસ સારો રહેશે. તમને તમારા કાર્યમાં સારી સફળતા મળશે. તમારા ઘરે કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે. તમને કદાચ કોઈ સંબંધી યાદ આવી જશે જે દૂર રહે છે. તમારા બાળકો તમારી પાસે કંઈક માંગી શકે છે. તમારા ખર્ચા વધવાની સાથે તમારું ટેન્શન વધશે. તમારે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું પડશે. તમને કેટલાક નવા લોકો સાથે હળવું-મળવાની તક મળશે.

Two Raj Yogas will be created in Navratri, the destiny of the three zodiac signs will shine

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સખત મહેનત અને પરિશ્રણ કરવાનો રહેશે. આજે તમે તમારી જવાબદારીઓ સરળતાથી પૂર્ણ કરશો. જો પરિવારના કોઈ સભ્ય સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હોય, તો તે પણ દૂર થઈ જશે. તમારા બાળકો તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરશે. એક જ સમયે અનેક કાર્યો હાથ ધરવાથી તમારું ધ્યાન ભટકાઈ શકે છે. રાજકારણમાં કામ કરતા લોકો પોતાના કામ દ્વારા એક ઓળખ બનાવશે, તેમનો જનસમર્થન પણ વધશે. કોઈને કંઈ કહેતા પહેલા તમારે કાળજીપૂર્વક વિચાર કરવો પડશે.

A special coincidence is happening on Kartik Purnima, these zodiac signs will be rich

આજનો દિવસ તમારા માટે તમારી વાણીની મીઠાશ જાળવી રાખવાનો રહેશે. તમારી લાંબા ગાળાની યોજનાઓ ગતિ પકડશે. ટેકનિકલ ક્ષેત્રે કામ કરતા લોકોને સારી સફળતા મળી શકે છે. વિવાહિત જીવનમાં પ્રેમ જળવાઈ રહેશે. પરિવારના કોઈ સભ્ય દ્વારા તમને દગો મળી શકે છે. નવું ઘર ખરીદવા માટે થોડી કાળજીપૂર્વક વિચારવાની જરૂર પડશે. કોઈની વાતથી તમને ખરાબ લાગશે તો તમે નારાજ થશો.

Venus will transit for just ten days

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈપાસેથી પણ ઉધાર લેવાથી બચવાનો રહેશે. આજે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ તમારે ધીરજ રાખવી પડશે. તમારા સાસરિયા પક્ષના કોઈ વ્યક્તિ સાથે તમારો વિવાદ થઈ શકે છે. તમારે માતાને આપેલું વચન પૂરું કરવું પડશે. કોઈ પાસેથી પૈસા ઉધાર ન લો કારણ કે તેનાથી તમને મુશ્કેલી પડી શકે છે. બિઝનેસ ડીલ ફાઈનલ થતાં થતાં અટકી પડશે, જેને કારણે તમારા તાણમાં વૃદ્ધિ થશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ બાકીના દિવસની સરખામણીએ અનુકૂળ રહેવાનો છે. તમારે બીજાના મામલામાં બોલવાનું ટાળવું પડશે. તમે શુભ કાર્યોમાં સારા પૈસા ખર્ચ કરશો. અટકેલો સોદો મળ્યા પછી તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમે કોઈ મિલકત ખરીદી શકો છો. તમારા બાળકને નોકરી મળી શકે છે. તમારે તમારા કોઈપણ વિરોધીના શબ્દોથી પ્રભાવિત ન થવું જોઈએ. પિતા આજે તમને બિઝનેસમાં કોઈ સલાહ આપશે અને તમારા માટે એ સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થશે.

Two Raj Yogas will be created in Navratri, the destiny of the three zodiac signs will shine

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે. આજે તમારા આવકના સ્રોતમાં વધારો થશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારા કામ પૂરા થશે. આર્થિક સ્થિતિ મજબૂત થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. પ્રોપર્ટીમાંથી પણ આવક થવાની શક્યતા છે. જો વિદ્યાર્થીઓ કોઈ સ્પર્ધામાં ભાગ લેશે તો એમાં પણ સફળતા મળશે. બિઝનેસમાં આજે કોઈ નવું કામ કરવાની તક મળશે. ધાર્મિક યાત્રાએ જવાનું પ્લાનિંગ કરશો.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉતારચઢાવથી ભરપૂર રહેશે. આજે જીવનસાથી સાથે કોઈ મુદ્દે વાદ-વિવાદ થઈ શકે છે. જો તમે મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે સંપૂર્ણ સંશોધન કરવાની જરૂર પડશે. જ્યારે તમારી કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે ત્યારે તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમારે તમારી આસપાસ રહેતા વિરોધીઓને ઓળખવાની જરૂર છે. લાંબા સમય બાદ કોઈ જૂની મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે.

Rahu and Venus will make people of this zodiac sign very happy, they will get the support of luck, there will be financial gains...

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશીઓથી ભરપૂર રહેશે. આજે તમે બિઝનેસ માટે પ્રવાસ પર જઈ શકો છો. આજે તમે કોઈ મોટી ડિલને ફાઈનલ કરશો. આજે તમે કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેશો. વિદેશમાં આજે તમે તમારા બિઝનેસને એક્સપાન્ડ કરવામાં સફળ થશો. ભાઈ-બહેનનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. પરિવારના કોઈ સભ્યના લગ્ન નક્કી થઈ શકે છે. આજે પ્રેમજીવન જીવી રહેલાં લોકો જીવનસાથીને મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button