નેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

રાશી ભવિષ્ય-વિક્રમ સંવત ૨૦૮૧: વૃષભ

વિક્રમ સંવત – ૨૦૮૧ના આપ સૌને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. કારતક માસ શનિવાર તુલા/વૃશ્ર્ચિક રાશિમાં ચંદ્ર પ્રવેશ કરે છે. જે ૨-૧૧-૨૦૨૪ના રોજ વર્ષ દરમિયાન સ્થિર ગ્રહો પ્રમાણે માર્ચ ૨૯-૩-૨૦૨૫ સવારે ૫ કલાક ૨૫ મિનિટે પૂર્વભાદ્રપ્રદ નક્ષત્રમાં શનિ ગ્રહ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ ગ્રહ ૧૪-૦૫-૨૦૨૫ના રોજ રાત્રે ૧૧ કલાકને ૨૪ મિનિટે મૃગશીર્ષ નક્ષત્રમાં મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે તારીખ ૨૦-૫-૨૦૨૫ સવારે ૬ કલાકને ૪૪ મિનિટે રાહુ કુંભ રાશિમાં વ્રકી ભ્રમણ-પૂર્વભાદ્રપ્રદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. કેતુ સિંહ રાશિમાં ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. અનલ નામ, સંવત્સરમાં અન્ય ગ્રહો પોતાની ગતિ મુજબ જ પરિભ્રમણ કરે છે.

From August 19, the fate of the people of this zodiac sign will be reversed, see if your zodiac sign is also right?

વૃષભ (બ, વ, ઉ)

આપની રાશિમાં ગુરુગ્રહ તારીખ ૧૪-૦૫-૨૦૨૫ રાત્રે ૧૧.૨૪ મિનિટે મિથુન રાશિમાં બીજા ભાવે શત્રુ રાશિમાં ભ્રમણ કરશે. જે શુભ ફળદાયી રહેશે. શનિ દસમાં ભાવેથી ૨૯-૩-૨૦૨૫ ૫ કલાકને ૨૫ મિનિટે કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. જે અગિયારમા ભાવે શનિ શુભફળ આપશે. રાહુ ૨૦-૫-૨૦૨૫થી સવારે ૬ કલાકને ૪૪ મિનિટે અગિયારમાં ભાગથી દસમા ભાવે વક્રી બનશે જે જીવનમાં પરિવર્તનનો સમય બતાવે છે. અન્ય ગ્રહ પોતાની રાશિ ભ્રમણ પ્રમાણે ફળ આપશે.

માનસિક અને શારીરિક સ્થિતિ:- આ વર્ષે તમારી માનસિક સ્થિતિ શાંતિનો અનુભવ થતા ઘણા જ સમયે આરામદાયક જીવન જણાશે. મનસુબા થોડા અંશે પૂરા થતા જણાય. તમારું શારીરિક સાથે માનસિક મનોબળ જાળવવું જરૂરી. પરિસ્થિતિને કાબૂમાં રાખવા તમારે મનોસ્થિતિ સંભાળવી પડશે.

શારીરિક આરોગ્ય મધ્યમ રહે. તમારા શરીરમાં વિટામિનની ખામીથી થતા રોગ થાય. કમર-છાતીના રોગથી કાળજી લેવી. શરીરમાં ખોટા વિષાણુથી થતા રોગ ઉદ્ભવે જેની લાંબી દવા ચાલે તેમ છે. કોઈ શસ્ત્રક્રિયા હૃદય-પીઠની આવી શકે.

પારિવારિક:- પરિવારમાં ઉપરના સંબંધો રહેશે. તમારા હૃદયની નજીકના સંબંધોમાં કડવાશ રહેશે. વાણી દ્વારા સંબંધો સુધારવા પ્રયત્નો ચાલુ રાખવા. લગ્ન જીવનમાં વિખવાદ કે ગેરસમજો નાની બાબતે થયા કરશે. સંતાનોની પ્રગતિ થાય. સંતાનોને વિદેશ મોકલવાની ઈચ્છા પૂરી થાય. જેમન લગ્ન/સગાઈ થવાની હોય તેમનો સમય શુભ રહે. ભાઈ-ભાડું સાથે સંબંધ મધ્યમ રહે.

નોકરી-વેપારી વર્ગ:- નોકરીયાત વર્ગને સારું વર્ષ રહે. તમારા કાર્યની કદર થાય. નવી નોકરીમાં ઉચ્ચ પદ મેળવો. સરકારી નોકરી માટે આ વર્ષ શુભ રહે અને સરકારી કર્મચારીઓ માટે આ વર્ષે નવા નિયમો સાથે સહમત થવું મુશ્કેલ ભરેલું રહેશે.

વેપારી વર્ગ આ વર્ષે નવા વેપારની શરૂઆત કરશો. વેપારમાં નવા ફેરફાર થાય. પરિવર્તન સાથે વેપારમાં શ્રીગણેશ કરશો માટે આ વર્ષ ખૂબ જ અગત્યનું પુરવાર થશે. જો તમે આ સમયને સાથે ટકી શક્યા તો વેપારમાં આગળ નવી સાંકળ મળી જશે પણ, આ સમય લોઢાના ચણા ચાવવા જેવો રહેશે.

આર્થિક સ્થિતિ:- “નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલ ઉક્તિ પ્રમાણે તમારી સ્થિતિ રહેશે. આવક વધુ હોવા છતાં આખર તારીખ જ દેખાશે! શૅર લાટરીથી ધન લાભ થાય. ઈનામ કે કોઈ આકસ્મિક ધનલાભ સરકારશ્રી તરફથી થાય.

નોકરીયાત વર્ગની લોન પાસ થાય. વેપારમાં નવા નાણાકીય સાહસ કરવા પડશે. કાયદાકીય ખર્ચા વધશે. આકસ્મિક પરિવાર પાછળ ખર્ચ વધશે. બીમારી તમારી અર્થતંત્ર-બજેટમાં ખોટ વધારશે.

સ્થાવર સંપતિ સુખ:- આ વર્ષે તમારી સ્થાવર મિલકત વસાવેલી સચવાય તોય સારું કહેવાય. ચોથાભાવે કેતુ અણધાર્યા નિર્ણયો લઈ જે છે તે ગુમાવાય નહિ તે જોશો. નવા વાહન વસાવવા માટે થોડી રાહ જોવી યોગ્ય રહે. જૂનામાં લીધેલા વાહનનો ખર્ચ દુકાળમાં અધિક માસ બતાવશે. વારસાગત મિલકતના પ્રશ્ર્નો સમાધાનથી ઉકેલાય.
પુરાણોક્ત મિલકતની નવી રૂપરેખા સામે આવે અને તેના યોગ્ય નિર્ણય લેવાય.

પ્રવાસ:- ધાર્મિક યાત્રા-પ્રવાસ ધાર્મિક ઘણી જ થાય. વિદેશ યોગ નથી માટે ખોટા નિર્ણય-વ્યર્થ સાબિત થાય. પ્રવાસ દરમિયાન સામાન ચોરી થવાની શક્યતા વધુ બતાવે છે.
શત્રુ-મિત્ર વર્ગ:- મિત્રવર્ગથી લાભ થાય. પણ વેપારમાં મિત્રોને દૂર રાખવા. મિત્રો નાણાકીય સંબંધો ટાળવા. જૂના મિત્રોની ઓળખ થાય. છુપા શત્રુ વધુ થાય. કોર્ટ કચેરીમાં નુકસાન થાય. ખોટા કાવા-દાવામાં જેલના દર્શન ના થાય તે જોશો. તમારા દામ્પત્યજીવનમાં સમાધાનથી પ્રશ્ર્નો ઉકેલાય. પરિવારના કુટુંબ સભ્યો સાથે કેસ હશે તે સરળ ઉકેલ આવશે.

અભ્યાસ:- અભ્યાસ માટે વિદ્યાર્થી વર્ગને સમય મધ્યમ રહે. ઘણી જ મહેનતે ફળ અલ્પ મળે તેમ છે. ઉચ્ચ ડિગ્રી માટે ઉત્તમ વર્ષ રહે. સંશોધન ક્ષેત્રે અભ્યાસમાં સફળતા મળે.
બાર મહિના પ્રમાણે ફળ:-

(૧) કારતક: નોકરીમાં ઉચ્ચ પદ મળે. વારસાગત મિલકતનો ઉકેલ આવે. નાણાભીડ રહે.

(૨) માગશર: ભાગ્ય ઉન્નતિ થાય. પ્રવાસ યાત્રા થાય. દામ્પત્યમાં સુલેહભર્યો સમય રહે. જાહેર જીવનમાં અપયશ ન મળે તેની સાવધાની રાખવી.

(૩) પોષ: આ સમયમાં આવક વધશે. મિત્રવર્ગથી ધન લાભ થાય. વેપારમાં પ્રગતિ થાય. પરિવારમાં મતભેદ દૂર થાય.

(૪) મહા: આ સમય મિત્રવર્ગથી લાભ થાય. યાત્રા-પ્રવાસ સફળ થાય. વેપારમાં પ્રગતિ થાય. પરિવારમાં મતભેદ દૂર થાય. સ્થાવર મિલકતની ખરીદી થાય.

(૫) ફાગણ: આરોગ્ય અંગે કાળજી લેવી. મિત્રવર્ગથી મિલકત બાબતે લાભ થાય. પ્રવાસ યાત્રા ન કરવી. સાહસભર્યા કાર્યો થાય.

(૬) ચૈત્ર: આરોગ્ય મધ્યમ રહે. વિદેશ યાત્રા માટે શુભ સમય રહે. સ્થાવર મિલકતની લોન પાસ થાય. સમાજમાં યશ-કીર્તિ વધે તેવા કાર્યો થાય.

(૭) વૈશાખ: આ સમય રાજકીય ક્ષેત્રે સાવધાની રાખવી. વાહનની ખરીદી માટે મોજશોખભર્યુ જીવન વ્યતિત થાય. વેપારમાં અવરોધ બાદ પ્રગતિ થાય.

(૮) જેઠ: આ સમયે આવક વધે. આકસ્મિક ધન લાભ થાય. ભાગીદારથી વેપારમાં લાભ થાય.

(૯) અષાઢ: સ્થાવર મિલકતમાં અવરોધ આવે. જૂના સાધનોમાં ફેરફાર થાય. શત્રુ વિજયી બનો. યાત્રાથી લાભ થાય.

(૧૦) શ્રાવણ: નવા મકાન કે વાહન વસાવાય. વિદેશ જવાના યોગ પ્રબળ બને છે. વેપારમાં વધારો.

(૧૧) ભાદરવો: પ્રવાસ થાય. સંતાનોના અભ્યાસમાં અવરોધ આવે. મિલકતના ગુંચવાયેલા પ્રશ્ર્નો ઉકેલાય. શત્રુ વિજયી બનો. વેપારમાં વધારો થાય.

(૧૨) આસો: આ સમય નોકરીયાત વર્ગને બદલી થાય. ઉચ્ચ પદ મળે. મોટા અધિકારી સાથે બગડેલા સંબંધો સુધરે. કોર્ટ-કચેરીમાં વિજય થાય. સરકારી કાર્યો ખોરંભે ચડે. દામ્પત્ય જીવનમાં ખટરાગ થાય.

આમ આ વર્ષ પરિવાર માટે ભાગ્ય રૂપી સારું ફળ આપશે. ઈશ્ર્વરીય આજ્ઞાનું પાલન કરતા થઈ જશો. “ગીતાઊપદેશ પ્રમાણે જીવન શૈલી અપનાવતા થશો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button