નેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

રાશિ ભવિષ્ય-વિક્રમ સંવત ૨૦૮૧: મિથુન

વિક્રમ સંવત – ૨૦૮૧ના આપ સૌને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. કારતક માસ શનિવાર તુલા/વૃશ્ચિક રાશિમાં ચંદ્ર પ્રવેશ કરે છે. જે ૨-૧૧-૨૦૨૪ના રોજ વર્ષ દરમિયાન સ્થિર ગ્રહો પ્રમાણે માર્ચ ૨૯-૩-૨૦૨૫ સવારે ૫ કલાક ૨૫ મિનિટે પૂર્વભાદ્રપ્રદ નક્ષત્રમાં શનિ ગ્રહ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ ગ્રહ ૧૪-૦૫-૨૦૨૫ના રોજ રાત્રે ૧૧ કલાકને ૨૪ મિનિટે મૃગશીર્ષ નક્ષત્રમાં મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે તારીખ ૨૦-૫-૨૦૨૫ સવારે ૬ કલાકને ૪૪ મિનિટે રાહુ કુંભ રાશિમાં વ્રકી ભ્રમણ-પૂર્વભાદ્રપ્રદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. કેતુ સિંહ રાશિમાં ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. અનલ નામ, સંવત્સરમાં અન્ય ગ્રહો પોતાની ગતિ મુજબ જ પરિભ્રમણ કરે છે.

For the next 24 days, the four zodiac signs will gather money with both hands, the Golden Period has begun...

મિથુન (ક, છ, ઘ)

આ વર્ષે સ્થિર ગ્રહો મુજબ રાહુ ૨૦-૫-૨૦૨૫ને સવારે ૬.૪૪ કુંભ રાશિમાં અને કેતુ સિંહ રાશિમાં નવમાં ભાવે. ભાગ્યના દ્વાર ખોલશે. શનિ દસમાં ભાવે ૨૯-૩-૨૦૨૫માં પ્રવેશ કરશે. જે ન્યાયનો દેવતા કર્મ આધિન ફળ આપશે. ગુરુગ્રહ ૧૪-૫-૨૦૨૫ તારીખ ૧૧.૨૪ મિનિટે રાત્રે મિથુન રાશિ એટલે કે આપની રાશિમાં ૧૩ માસ માટે પ્રવેશ કરશે. પ્રથમભાવે ગુરુ સો ગુના માફ કરશે. તેવી ઉક્તિ પ્રમાણે તમારો સમય ઉત્તમ બતાવે છે.

માનસિક અને શારીરિક સ્થિતિ:- આ વર્ષે આપના માનસિક વિચારોમાં સ્થિરતા જોવા નહીં મળે. હકારાત્મક વિચારોને અપાવવા વધુ યોગ્ય રહે. તમને જીવનમાં નિરાશા તરફ જતા દેખાવ પણ તમારે વર્તમાન ઉજ્જવળ બનાવવા પ્રયત્ન ચાલુ જ રાખવા. માથે હાથ દઈ (લમણે) બેસી રહેવાથી કશું જ વળશે નહીં આધ્યાત્મિક પુસ્તકનું વાંચન વાંચવાની ટેવ તમને જીવનમાં નવો રસ્તો બતાવશે. તે તમારો સાચો સાથી બની રહેશે. શારીરિક આરોગ્યમાં ગુરુ અને શનિ વાયુપ્રકોપ વધારશે જેનાથી વાયુ પ્રકૃતિના રોગ થાય. હૃદય-છાતીના દર્દો પીડાકારક રહે. ચામડીના રોગ વધુ વકરશે. આયામ-વ્યાયામ-નિયમિત જીવન જીવવાની ઢબ તમને બીમારીમાંથી બહાર લાવશે. વયોવૃદ્ધને બીમારી માથે ન મારી મૂકશો.

પારિવારિક:- પરિવારમાં દામ્પત્યજીવન તમારામાં અસંતોષ વધશે. માતા કે માતાતુલ્ય વ્યક્તિને સમય શુભ નથી. સંતાનો માટે પ્રગતિકર્તા રહેશે. તેમને અભ્યાસ અને વ્યવસાયી કેરિયર અંગે તમે યોગ્ય નિર્ણય લઈ શકશો. સગાઈ/વિવાહ થવાના યોગ બતાવે છે. પણ વિચારોમાં ગફલત ખાસો તો ફોક વિવાહ/સગાઈ થઈ શકે છે. સહોદર સાથે ચકમક થાય.

નોકરી-વેપારી વર્ગ:- નોકરિયાત વર્ગને નોકરીમાં સહકર્મચારી સાથે વિરોધ થાય. તમારા કાર્યની કદર ના થાય. કાર્યબોજ વધતો જણાય. જન્મના ગ્રહો નબળા હોય તો નોકરીમાંથી બરતરફ થાવ કે આક્ષેપોનો સામનો કરવો પડે. સરકારી નોકરિયાત માટે સમય સારો રહે.

વેપારીવર્ગને પરિવર્તન સાથે સરકારી ટેક્સ-કાનૂની ગૂંચમાં ફસાઈ ના જાય તે જોશો નવા વેપારમાં સમય સાનુકૂળતા ભર્યો રહે. હરીફવર્ગ ઊભા થાય. અજાણ્યા વેપારીવર્ગથી છેતરામણી થાય. હિસાબ અંગે સાવધાની રાખવી. ભાગીદારથી લાભ થાય. તમારા નવા તુક્કા વેપારમાં ચાલશે નહીં, પરંતુ કાયદાકીય સીધી રીતે તમને ટકાવી રાખવામાં મદદરૂપ થશે.

આર્થિક સ્થિતિ:- આ વર્ષે આર્થિક પ્રશ્ર્નો ઘણા જ વણઉકેલ્યા રહેશે. વારસાગત મિલકતમાં વધારો થાય. વાણી દ્વારા વેપાર કરનારને લાભ થાય. શૅર-લોટરીથી લાભ થાય. સ્થાવર-મિલકત પાછળ ખર્ચા વધશે. મકાન-વાહન અંગે રિપેરિંગમાં અવાર-નવાર ખર્ચા વધશે. વેપાર માટે નવી મિલકતની ખરીદી મોકૂફ રાખવી.

સ્થાવર સંપત્તિ સુખ:- તમારા મકાન-વાહનની ખરીદી વેચાણમાં આ વર્ષે પ્રશ્ર્નો ગૂચવાય તેમ જ તમારા રોકાણમાં ખોટા નાણાં ફસાઈ જતા લાગે. જૂનાં મકાનમાં રિનોવેશન થાય. હમણાં ખોટા સપનામાં ન રહેવું સ્થાવર મિલકત પાછળ રાહ જોવી યોગ્ય રહે.

પ્રવાસ:- વિદેશ જવાની ઈચ્છા પૂર્ણ થાય. તમારા વર્ષ દરમિયાન નાની યાત્રા-પ્રવાસ થયા કરશે. તમારે લાંબી મુસાફરી વેપાર અર્થ થાય.

શત્રુ-મિત્રવર્ગ:- મિત્રવર્ગ વિશ્વાસપાત્ર મળશે. નવા મિત્રોથી લાભ થાય. જૂના મિત્રોથી પણ સંબંધો ફરી બંધાય. કોર્ટ-કચેરીમાં કુટનીતિ દ્વારા વિજય મેળવો. નોકરીમાં ખોટા આળ આવે અને કોર્ટ-કાયદો દેખાડશે. સરકારી દંડ સજા થાય. તેવા સંજોગો બતાવે છે. તમારી ફેવરમાં ચુકાદો લાવવા કરતા સમાધાનની વાત કરવી વધુ યોગ્ય રહે.

અભ્યાસ:- અભ્યાસમાં સફળતા મળે. સાયન્સ લાઈનમાં, ડૉક્ટરી લાઈનમાં જનારા વ્યક્તિને ખૂબ જ મહેનત માંગી લે છે. ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીવર્ગને સમય મધ્યમ રહે.
બાર માસનું ફળ

(૧) કારતક: આ સમય જાહેરજીવનમાં સફળતા મળે. સરકારી કાર્યોમાં સાવધાની રાખવી. નોકરીમાં બદલી થાય.

(૨) માગશર: નોકરીમાં પ્રમોશન મળે. વેપારમાં વધારો થાય. રાજકીય ક્ષેત્રે સાવધાની રાખવી.

(૩) પોષ: આ સમયે તાવ-પડવા-વાગવાથી સાચવવું. વેપારમાં સાવધાની રાખવી. સ્થાવર મિલકતના કાર્યો સારા થાય.

(૪) મહા: આ સમય પ્રવાસ યાત્રા સુખદ રહે. કોર્ટના કાર્યોમાં સફળતા મળે. મિત્રવર્ગથી વિશ્ર્વાસઘાત થાય. ભાગીદારીમાં મતભેદ થાય.

(૫) ફાગણ: આ સમય વેપારમાં નવા સાહસ નાના પાયે થાય. આવકમાં વધારો થાય. અંગત આરોગ્ય બગડે.

(૬) ચૈત્ર: મિત્રવર્ગથી વિશ્ર્વાસઘાત થાય. સમાજમાં વગ ધરાવનાર સરકારી વ્યક્તિની મદદથી અગત્યના કાર્યો પૂરા થાય. બીમારીમાં વધુ મુશ્કેલી ઊભી થાય.

(૭) વૈશાખ: લાંબી યાત્રા થાય. નોકરીમાં ઉચ્ચપદ મળે. બદલી થાય. બૅન્કના કાર્યોની પટાવટ થાય. વેપારમાં વધારો થાય.

(૮) જેઠ: વિદેશ યાત્રા માટે શુભ સમય રહે. નાણાં ભીડ દૂર થાય. વિચારોમાં સ્થિરતા ન રહે. કાર્યોમાં અવરોધ બાદ પૂરા થાય.

(૯) અષાઢ: મિત્રવર્ગથી લાભા થાય. પોતાના રાજકીય ક્ષેત્રે યશ મળે. માંગલિક કાર્યોમાં સફળતા મળે. નાણાંકીય ચડાવ-ઉતાર રહે.

(૧૦) શ્રાવણ: આરોગ્ય બગડે, વાયુ પ્રકૃતિ વધશે, મોજશોખ-બીમારી પાછળ ખર્ચા થાય. સહોદર સાથે સંબંધ સુધરે. સાહસ ભર્યા થાય.

(૧૧) ભાદરવો: ધનલાભ કર્તા સમય રહે. વેપાર-નોકરીમાં આવક વધે. વારસાગત મિલકતથી લાભ થાય. પરિવારમાં સુખશાંતિ જળવાય.

(૧૨) આસો: આ સમય વેપારમાં સાવધાની રાખવી. ખોટા/અજાણ્યા સાથે વેપાર ટાળવો. સ્થાવર મિલકતમાં નિર્ણય ન કરવો.

આમ આ વર્ષે જીવન થોડું ફોરમ ભયું અને કાંટાળું નીવડશે. જેમાં છેવટે તમારી જીવનની સાચી શૈલી શોધી શકશો. સમય-સંજોગો પ્રમાણે સંબંધોની પકડમાં બાંધછોડ કરતા શીખી જશો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button