મહાત્મા ગાંધીજીના દુર્લભ તૈલચિત્રની લંડનમાં થઈ હરાજી, કિંમત જાણી ચોંકી જશો | મુંબઈ સમાચાર
નેશનલ

મહાત્મા ગાંધીજીના દુર્લભ તૈલચિત્રની લંડનમાં થઈ હરાજી, કિંમત જાણી ચોંકી જશો

લંડનઃ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું એક અતિ દુર્લભ ચિત્રની લંડનમાં હરાજી કરવામાં આવી છે. ભારતને આઝાદ કરવામાં ગાંધીજીએ મહત્વનો ફાળો આપ્યો હતો. ગાંધીજીનું આ ચિત્ર 1931માં બન્યું હતું. આ અતિ દુર્લભ ચિત્રની હરાજી 7મી જુલાઈથી 15મી જુલાઈ દરમિયાન બોનહમ્સમાં રાખવામાં આવી હતી. ઓક્શન હાઉસ અને પેઇન્ટિંગ બનાવનાર બ્રિટિશ-અમેરિકન કલાકાર ક્લેર લેઇટનના પરિવારનો દાવો છે કે, વિશ્વભરમાં આ ગાંધીજીનું આ એકમાત્ર તૈલચિત્ર છે. જેથી આ હરાજીમાં તેનો ભાવ પણ આસમાને પહોંચ્યો હતો.

મહાત્મા ગાંધીજીનું આ ચિત્ર લગભગ 1.7 કરોડ રૂપિયામાં વેચાયું

લંડનમાં બોનહેમ્સ દ્વારા આયોજિત હરાજીમાં મહાત્મા ગાંધીનું એક દુર્લભ તૈલચિત્ર, જે તેમણે પોતાના માટે બનાવેલું એકમાત્ર ચિત્ર હોવાનું માનવામાં આવે છે, તે લગભગ 1.7 કરોડ રૂપિયામાં વેચાયું છે. આ તૈલચિત્ર તેની મૂળ કિંમત કરતા ત્રણ ગણું વધારે મોંઘું વેચાયું છે. આ ચિત્રનું એકમાત્ર રેકોર્ડેડ જાહેર પ્રદર્શન 1978 માં બોસ્ટન પબ્લિક લાઇબ્રેરીમાં ક્લેર લેઇટનના કાર્યના પ્રદર્શનમાં થયું હતું.

ક્લેર લેઇટને બનાવ્યું હતું ગાંધીજીનું આ તૈલચિત્ર

બ્રિટિશ કલાકાર ક્લેર લેઇટન દ્વારા મહાત્મા ગાંધીનું ચિત્ર બનાવામાં આવ્યું હતું. આ ચિત્ર અંદાજિત 57 લાખથી 80 લાખ રૂપિયા કરતા ત્રણ ગણા ભાવે વેચાયું હતું. ટ્રાવેલ એન્ડ એક્સપ્લોરેશન ઓનલાઈન સેલમાં તે ટોચનો લોટ હતો અને પહેલી વાર આ ચિત્ર હરાજીમાં વેચાયું છે. કલાકાર પરિવારનો દાવો છે કે, આ ચિત્રને પહેલા વાર 1974માં સાર્વજનિક રીતે પ્રદર્શન માટે રાખવામાં આવ્યું હતું.

આ ખાસ કલાકૃતિ પહેલાં ક્યારેય હરાજીમાં વેચાઈ ન હતીઃ રિયાનોન ડેમરી

બોનહામ્સના સેલ્સ હેડ રિયાનોન ડેમરીએ જણાવ્યું હતું કે, આ ખાસ કલાકૃતિ પહેલાં ક્યારેય હરાજીમાં વેચાઈ ન હતી. આ ચિત્ર 1989 માં તેમના મૃત્યુ સુધી કલાકારના સંગ્રહમાં રહ્યું, ત્યારબાદ તે તેમના પરિવારને વારસામાં મળ્યું, તેથી આ માસ્ટરપીસએ વિશ્વભરમાં આટલી બધી રુચિ જગાડી છે તે આશ્ચર્યજનક નથી. આ ચિત્રને જ્યારે 1978માં સાર્વજનિક રીતે પ્રદર્શનમાં મુકવામાં આવ્યું ત્યારે તેના પર છરી વડે હુમલો થયો હતો.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button