ટોપ ન્યૂઝનેશનલ

પ્રયાગરાજમાં બહારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ , પીએમ મોદીએ ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ

પીએમ મોદીએ યોગી સાથે 4 વખત વાત કરી

પ્રયાગરાજઃ સંગમ તટ પર થયેલી નાસભાગ બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. કુંભ મેળાના એસએસપી રાજેશ દ્વિવેદીએ કહ્યું, કોઈ નાસભાગ નથી થઈ. ભીડ વધાર હોવાથી કેટલાક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. કોઈ અફવા પર ધ્યાન ન આપો. જે ઘાટ નજીકમાં હોય ત્યાં સ્નાન કરવા મારી શ્રદ્ધાળુઓને અપીલ છે. અમૃત સ્નાન ટૂંક સમયમાં શરૂ થશે અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે.

પ્રયાગરાજમાં બહારના વાહનોની એન્ટ્રી બંધ કરવામાં આવી

નાસભાગ બાદ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. હવે પ્રયાગરાજમાં બહારના વાહનોની એન્ટ્રી બંધ કરી દીધી છે. પ્રયાગરાજ તરફ જતા વાહનોને વિવિધ જિલ્લાઓમાં રોકવામાં આવી રહ્યા છે. પ્રયાગરાજની સરહદો બહારના વાહનો માટે સીલ કરી દેવામાં આવી છે. બહારના જિલ્લાઓથી પ્રયાગરાજ તરફ જતા રસ્તાઓ પર બેરિકેડ લગાવીને બ્લોક કરી દેવામાં આવ્યા છે. ભદોહી, સોનભદ્ર, મિર્ઝાપુર, કૌશાંબી, જૌનપુરમાં પોલીસ વહીવટી ટીમો પ્રયાગરાજ જતા વાહનોને રોકી રહી છે અને તેમને પરત મોકલી રહી છે. વારાણસીથી પ્રયાગરાજ જતા વાહનોને ભદોહીના બાબુરાસાઈમાં રોકી દેવામાં આવ્યા છે. જેના કારણે અનેક કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી છે. હાઇવેની એક બાજુ આખી ટ્રાફિક જામ છે. વારાણસીમાં, પ્રયાગરાજ તરફ જતા વાહનોને મિર્ઝામુરાદના રખુના ખાતે રિંગ રોડ પાસે રોકવામાં આવ્યા છે. જૌનપુરથી વારાણસી જતા વાહનોને બાબતપુર વિસ્તારમાં રોકીને પરત મોકલવામાં આવી રહ્યા છે.

Also read: મહાકુંભઃ આવતીકાલે પ્રયાગરાજમાં 10 કરોડથી વધુ લોકો કરશે સ્નાન

મહાકુંભની દુર્ઘટના ખૂબ જ દુઃખદ- પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, મહાકુંભમાં જે નાસભાગ થઈ તે દુઃખદ છે. જે શ્રદ્ધાળુએ તેમના પરિવારજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઉપરાંત ઈજાગ્રસ્તો જલદી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. સ્થાનિક તંત્ર પીડિતોને શક્ય તમામ મદદ કરી રહ્યું છે. આ અંગે મેં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે વાત કરી છે અને સતત તેમના સંપર્કમાં પણ છું.

યોગી આદિત્યનાથે શું કહ્યું

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું, પ્રયાગરાજમાં સ્થિતિ નિયંત્રણમાં છે. આજે પ્રયાગરાજમાં આશરે 8-10 કરોડ શ્રદ્ધાળુ ઉપસ્થિત છે. સંગમ તરફ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. મૌની અમાસનો મુહૂર્ત કાળ રાતથી શરૂ થયો છે, ત્યારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. વડા પ્રધાન અત્યાર સુધીમાં સ્થિતિને લઈ ચાર વખત વાત કરી ચૂક્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ સતત અપડેટ લઈ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button