જાણીતા યુટ્યુબર અને તેની ગર્લફ્રેન્ડને IPS ઓફિસરના પરિવારે ડૂબતા બચાવ્યા
ગોવાઃ ફેમસ યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયા ઘણીવાર તેના પોડકાસ્ટને કારણે ચર્ચામાં રહેતો હોય છે. હાલમાં, રણવીર તેની ગર્લફ્રેન્ડ સાથે ગોવામાં એન્જોય કરી રહ્યો છે. રણવીરે તેની કથિત ગર્લફ્રેન્ડ સાથે કેટલીક તસવીરો શેર કરતી વખતે તેનો ખરાબ અનુભવ પણ શેર કર્યો હતો. તેણે જણાવ્યું કે તે પાણીમાં ડૂબી જતા બચ્યો હતો. એક આઈપીએસ અધિકારીના પરિવારે તેને ડૂબતો બચાવી લીધો હતો.
રણવીરે પોતાનો કરૂણ અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે આ ઘટના નાતાલના આગલા દિવસે સાંજે 6:00 વાગ્યે બની હતી. તે અને તેની ગર્લ ફ્રેન્ડ ગોવાના બીચ પર હતા. તેઓ ખુલ્લા સમુદ્રમાં સ્વિમિંગ કરી રહ્યા હતા. આ સમયે પાણીની અંદરના શક્તિશાળી પ્રવાહમાં તેઓ તણાવા માંડ્યા હતા. તેમણે બહાર આવવાની ઘણી કોશિશ કરી, પણ સફળ નહીં થઇ. તે સમયે તેમની નજીકમાં જ એક પરિવાર તરી રહ્યો હતો, જેમાં એક IPS અધિકારી અને તેની IRS ઓફિસર પત્ની હતી. રણવીરે બચાવ માટે બૂમો પાડતા આ પરિવાર દ્વારા તેમને બચાવી લેવામાં આવ્યા હતા.
રણવીરે જણાવ્યું હતું કે તણાતા સમયે તે ઘણું પાણી પી ગયો હતો અને ધીમે ધીમે બેહોશ થવા માંડ્યો હતો. એ સમયે તેણે મદદ માટે ચીસો પાડવાનું નક્કી કર્યું હતું. યુટ્યુબરે તેના બચાવકર્તાઓનો આભાર માન્યો અને આ અનુભવને જીવન જીવવાનો દ્દષ્ટિકોણ બદલાવનારો ગણાવ્યો હતો.
રણવીર તો ફેમસ યુટ્યુબર છે. તેની રૂમર્ડ ગર્લ ફ્રેન્ડ નિક્કી શર્માના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે સસુરાલ સિમર કા અને પ્યાર કા પહેલા અધ્યાય, શિવ શક્તિ જેવા લોકપ્રિય ટેલિવિઝન શોમાં તેની ભૂમિકાઓ માટે જાણીતી છે.