ઘરની બહાર છોકરીઓ રંગોળી બનાવતી હતી ને કારે મારી ટક્કર…
ઈન્દોરઃ મધ્યપ્રદેશના ઈન્દોરમાં 17 વર્ષાના સગીરે કારની ટક્કર મારતા બે યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. બે છોકરીઓ દિવાળીના તહેવાર નિમિત્તે ઘરની બહાર રંગોળી મૂકી રહી હતી ત્યારે પૂરપાટ વેગે આવેલી કારે ટક્કર મારતા તહેવાર આફતમાં પરિણમ્યો હતો.
આ પણ વાંચો: પુણે હાઇવે પર બે એસટી બસની ટક્કર, બે નાં મોત, ૬૪ ઘાયલ…
સાક્ષીઓએ અકસ્માતનું વર્ણન કરતા જણાવ્યું હતું કે અચાનક કાર ઝડપથી આવી અને છોકરીઓને જોરથી ટક્કર મારી હતી, જેમાં બંને ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ડ્રાઇવરની ઓળખ સગીર તરીકે કરી હતી, તે રહેવાસી વિસ્તારમાં પૂરપાટ ઝડપથી ડ્રાઇવિંગ કરી રહ્યો હતો, ત્યારે આ કારસ્તાન કર્યું હતું.
આ અકસ્માતને પગલે સ્થાનિક પોલીસે સગીરને ઝડપી લીધો હતો. આરોપી ડ્રાઇવર સગીર વયનો હોવાથી તેની સામે અલગથી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. રહેવાસી વિસ્તાર હોય કે પછી જાહેર રસ્તા-હાઈ-વે પર વધતા અકસ્માતો માટે એક કરતા અનેક કારણો જવાબદાર છે. આમ છતાં પુખ્તવયના લોકોની સાથે સગીરવયના લોકો દ્વારા અકસ્માતોની કારણ ચિંતાજનક છે.
આ પણ વાંચો: ક્રાઈમ પેટ્રોલને પણ ટક્કર મારે તેવી ઘટના, પ્રેમી યુગલે સાથે રહેવા પ્રૌઢને ઉતાર્યો મોતને ઘાટ પછી…
યુવા વયના ડ્રાઇવરો ડ્રાઇવિંગ માટે કાયદાકીય વય મર્યાદાનું પાલન કરે છે કે નહીં તેની ખાતરી કરવામાં માતા-પિતા અને વાલીઓની ભૂમિકા ચકાસવાનું જરુરી છે. સૌથી પહેલા તો ઘર-પરિવારે પણ બાળકોને વાહન ચલાવવા માટે છૂટ આપવી જોઈએ નહીં. સગીરોની દેખરેખ વિના ડ્રાઇવિંગ કરવાનું વલણ પરિવાર માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. યોગ્ય તાલીમના અભાવ, લાઇસન્સ અથવા ટ્રાફિક નિયમોની સમજ વિના ડ્રાઈવિંગની છૂટ આપવી જ નહીં, જે સગીર અને પરિવારના હિતમાં રહે છે, એમ પોલીસે જણાવ્યું હતું.