અખિલેશ યાદવ અને આઝમ ખાનની મુલાકાતનું 'સિક્રેટ' શું, અખિલેશ યાદવે આપ્યું ચોંકાવનારું નિવેદન | મુંબઈ સમાચાર
નેશનલ

અખિલેશ યાદવ અને આઝમ ખાનની મુલાકાતનું ‘સિક્રેટ’ શું, અખિલેશ યાદવે આપ્યું ચોંકાવનારું નિવેદન

રામપુરઃ સમાજવાદી પાર્ટી (સપા)ના પ્રમુખ અખિલેશ યાદવ આજે રામપુરમાં આઝમ ખાનને મળવા માટે પહોંચ્યાં છે. અખિલેશ યાદવ અને આઝમ ખાન લચ્ચે ત્રણ વર્ષ બાદ આ મુલાકાત થઈ રહી છે. ઉત્તર પ્રદેશના રામપુરમાં આવેલી જૌહર યુનિવર્સિટી ખાતે અખિલેશ યાદવ આઝમ ખાનને મળવા માટે પહોંચ્યાં છે. યુનિવર્સિટીથી બંને સાથે એક જ કારમાં નીકળ્યાં હતાં. ત્રણ વર્ષ બાદ આ મુલાકાત થઈ રહી હોવાથી અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે.

આઝમ ખાન સાથેની મુલાકાત પછી અખિલેશ યાદવે કહ્યું હતું કે આઝમ ખાન પર કરવામાં આવેલા કેસ બધા ખોટા છે. આઝમ ખાન પાર્ટીનો પાયો છે, તેઓ સૌથી જૂના નેતા છે. અખિલેશ યાદવે યુપીની સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ભાજપ જુઠ્ઠા કેસ કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવી રહ્યું છે. 23 મહિના પછી જેલમાંથી આઝમ ખાન જેલમાંથી બહાર આવ્યા પછી અખિલેશ યાદવ પહેલા મળવા પહોંચ્યા હતા. આઝમ ખાનને સપાના મહત્ત્વના મુસ્લિમ ચહેરો માનવામાં આવે છે. લાંબા સમયથી ચોરી-લૂંટફાટના કેસમાં જેલમાં હતા.

આ પણ વાંચો: સોનાના ભડકે બળતા ભાવ અંગે અખિલેશ યાદવે સરકાર પર મૂક્યો મોટો આરોપ, શું લખ્યું ‘એક્સ’ પર જાણો?

ત્રણ વર્ષ બાદ બન્ને નેતાઓ વચ્ચે થઈ રહી છે મુલાકાત

મહત્વની વાત એ છે કે આઝમ ખાન જેલમાંથી છૂટીને આવ્યાં બાદ બે નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત થઈ રહી છે. પરંતુ મુલાકાતનો શું હેતુ હોઈ શકે તેના વિશે કંઈ પણ કહી શકાય તેમ નથી. જૌહર યુનિવર્સિટી બહાર સુરક્ષા વ્યવસ્થા પણ સખત કરી દેવામાં આવી છે. અખિલેશ યાદવ એકલા આઝમ ખાનના ઘરમાં ગયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે, મીડિયા કર્મીઓને પોલીસ દ્વારા આઝમ ખાનના ઘર બહાર જ રોકી દેવામાં આવ્યાં હતાં. જો કે, સપા કાર્યકર્તાઓમાં જોરદાર ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આઝમ ખાનના ઘર બહાર પણ મોટી સંખ્યામાં સપાના કાર્યકર્તાઓ ઉમટી પડ્યાં હતાં.

સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, અખિલેશ યાદવ અને આઝણ ખાન વચ્ચે આજે મોડા સુધી ચર્ચા ચાલી શકે છે. બન્ને નેતાઓ વચ્ચે ઘણાં લાંબા સમયથી કંઈક ખટપટ ચાલી રહી હતી, પરંતુ આજે અખિલેશ યાદવ અને આઝમ ખાન વચ્ચેના મતભેદો દૂર થશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આ સાથે પાર્ટીના પણ કેટલાક મુદ્દાઓ અંગે ચર્ચા થઈ શકે છે.

આ પણ વાંચો: જમ્મુ-કશ્મીરની સુરક્ષામાં થયેલી ખામીની જવાબદારી કોણ લેશે? અખિલેશ યાદવના સરકારને પ્રશ્નો

આઝમ ખાનના ઘરની આસપાસ સુરક્ષા વ્યવસ્થા કડક

યુનિવર્સિટી ખાતે કડક સુરક્ષા ગોઠવાઈ છે એટલું જ નહીં પરંતુ અખિલેશ યાદવની સુરક્ષા માટે પણ સીઓ સ્તરના અધિકારીઓને રાખવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા આઝમ ખાનના ઘરે જતા રસ્તામાં જેટલી પરણ દુકાનો આવે છે તેને પણ બંધ કરાવી દેવામાં આવી છે. જૌહર યુનિવર્સિટી અને આઝમ ખાનના ઘરની આસપાસ અનેક પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ગુપ્તચર વિભાગ દ્વારા પણ આ વિસ્તારની સુરક્ષા અંગે વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button